શહેરા તાલુકામાં હોમ કોરોન્ટાઇનનો ભંગ કરનાર વ્યક્તિ પર ઈપીકો કલમ 269,270સહિત 188 મુજબ ગુનો નોંધાયો…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

આ યુવક ઘરમા રહેવાની જગ્યાએ બાઈક લઇને બહાર શાકભાજી વેચતા આરોગ્ય વિભાગની ટીમનાં નજરે પડયો હતો

આરોગ્ય વિભાગનાં ડોક્ટર પાયલ માલવિયાએ હોમ કોરોન્ટાઇનનો ભંગ કરનાર યુવક સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીને લઇ જઝુમી રહ્યું છે અને કોરોનાનો કોઈ ઈલાજ ના હોવાથી દુનિયાના લગભગ દેશો ઉપાય સ્વરૂપે સામાજિક દુરી રાખવાનો કીમિયો આજમાવી રહ્યા છે જેને અનુરૂપ ભારતમાં પણ સોસીયલ ડીસ્ટેન્સ જાળવવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને જે લોકો કોરોના સંક્રમીતોના સંપર્કમાં આવ્યા છે કે પછી કોરોના ગ્રસ્ત વિસ્તારમાંથી પલાયન થઈને આવ્યા છે એવા તમામને જીલ્લા આરોગ્ય વિભાગ પોતાની દેખરેખ હેઠળ હોમ કોરોન્ટાઈન કરે છે એજ રીતે શહેરામા આરોગ્ય વિભાગ દ્વારા 38 શાકભાજીનું વેચાણ કરતા અને 2 અન્ય રાજ્યમાંથી આવેલ લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જ્યારે તાલુકાના મીરાપુર ગામ ખાતે શાકભાજી વેચતા એક યુવકને 17/4/20 ના રોજ હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો. નાંદરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર પાયલ માલવિયા સહિતની ટીમ દ્વારા હોમ કોરોન્ટાઈન કરાયેલ યુવકની તપાસણી કરવામાં આવી રહી હતી. આ યુવક ઘરમા રહેવાની જગ્યાએ બાઈક લઇને બહાર શાકભાજી વેચતા આરોગ્ય વિભાગની ટીમ નજરે પડયો હતો જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે હોમ કોરોન્ટાઇનનો ભંગ કરતો હોવાથી યુવક સામે ડોક્ટર પાયલ માલવિયાએ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ઈપીકો કલમ 269,270સહિત 188 મુજબ ગુનો નોંધીને પોલીસ યુવકના ઘરે પહોંચી ગઈ હતી. અને ૧૦૮ માં બેસાડીને હાલોલ તાજપુરા ખાતે આવેલ નારાયણ ધામમા લઈ ગયા હતા. ત્યા સરકારી હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here