શહેરા તાલુકાના મોર ઉંડારા ગામના સરપંચ અને પુર્વ સરપંચ સામે વિકાસના કામોના નાંણાની ઉચાપત કર્યાનો આક્ષેપ થતા પોલીસ ફરિયાદ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મોર- ઉંડારા ગામે સરકારની વિવિધ વિકાસના કામોમાં 14મુ અને 15મુ નાણાપંચના તથા ગ્રામ પંચાયતના વિકાસના કામો મળીને કેટલાક કામો સ્થળ પર ન બતાવીને એક કરોડથી વધુની રકમની ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે પુર્વ સરપંચ અને હાલના સરપંચ સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાતા ચકચાર મચી જવા પામી છે.
શહેરા તાલુકાના મોર ઉડારા ગામે સરપંચ અને પુર્વ સરંપચ દ્વારા ગેરરીતી કરી હોવાની ચોકાવનારી વિગતો બહાર આવતા પોલીસ ફરિયાદ કરવામા આવી છે.પોલીસ ફરિયાદમા જણાવ્યા અનુસાર જેમા મોર ઉડારા ગામના પુર્વ સંરપચ સોમાભાઈ બાપૂજી પગી અને હાલના સરપંચ મહેશભાઈ સોમાભાઈ પગીએ 2015થી 2022-23 સુધી 14મા નાણાપંચના વિકાસના કામો, વિવેકાધીન જોગવાઈ,એટીવીટી વિકાસની જોગવાઈ,એમએલએ જોગવાઈ, નાકામોમા સરકાર દ્વારા ફાળવામા આવેલી રકમનો ઉપયોગ સ્થળ પર નહી કરીને ગેરરીતી આચરી ભષ્ટ્રાચાર કરવામા આવેલો હોવાનુ પોલીસ ફરિયાદમા જણાવાયુ છે. આ મામલે એક તપાસ ટીમ બનાવામા આવી હતી.જેમા તપાસ કરતા વ્યાપક પ્રમાણમાં ગેરરીતી થઈ હોવાની વિગતો બહાર આવી હતી. જેમા 59 જેટલા સ્થળો પર કામ નહી કરીને ગ્રાન્ટોની કુલ રકમ 1,01,87000 જેટલી રકમનુ ચુકવણુ કરવામા આવ્યુ હતુ. જેમા તે રકમની ગેરરીતી આચરી ભષ્ટ્રાચાર આચરવામા આવતા શહેરા પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોર ઉંડારાના પુર્વ સરપંચ સોમાભાઈ પગી અને હાલના સરપંચ મહેશભાઈ પગી સામે શહેરા પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોધાવાઈ છે. આ મામલે પોલીસે ગુનો નોધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલાને લઈને શહેરા પંથકના સરપંચ આલમમા ભારે ફફડ઼ાટ વ્યાપી ગયો છે. એક બાજુ સરકાર ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે કરોડો રુપિયા ફાળવતી હોય છે.ત્યારે આવા ભષ્ટ્રાચારના કારણે છેવાડાના માનવી સુધી સરકારી લાભ પહોચી શકતો નથી.તંત્રની કામગીરીને પણ બિરદાવાઈ રહી છે.જેમા તપાસ કરતા આટલુ મોટી ગેરરીતી બહાર આવી છે.ત્યારે શહેરા તાલુકાના અન્ય ગામોમા પણ તંત્રએ તપાસ કરવી જોઈએ તેવી પણ લોકમાંગ ઉઠી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here