શહેરા તાલુકાના પસનાલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ ખાતે ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. સ્ટેજ પર તેમનું વિવિધ રાજકીય હોદ્દેદારો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું.જન જન સુધી જનકલ્યાણની યોજનાઓ પહોંચાડવાના ઉત્તમ હેતુસર શરૂ થયેલ “ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ., સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ સૌ સુધી પહોંચાડી યોજનાઓના સેચ્યુરેશન પર ભાર આપ્યો હતો.આખા દેશમાં સંકલ્પ યાત્રાનો રથ જન સામાન્ય માટે ‘મોદીની ગેરંટી વાળી ગાડી’ બની રહ્યો છે. . તાલુકા વિકાસ અધિકાર પાર્થ પટેલ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, મિશન મંગલમ,આંગણવાડી વિભાગ, પસનાલ પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ તથા પસનાલ સરપંચ મોહનભાઈ ચંદુભાઈ વણઝારા ડે.સરપંચ ગરમાભાઈ કોદરભાઈ વણઝારા તથા પંચાયત સભ્યોઓ તથા વિવિધ વિભાગના કર્મચારીઓ ગામના નાગરીકો તથા પસનાલ પંચાયત વિસ્તાર ના હાજર રહયાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here