શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામે કોરોના પોઝિટીવ મહિલાની માતાનો રીપોર્ટ પણ પોઝિટીવ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામ ખાતે મહિલા કોરોના દર્દીના માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગામમાં ખળભળાટ મચી ગઇ છે . ગામમાં બહારના વ્યક્તિઓની અવર જવર સંપૂર્ણ બંધ કરવા સાથે આરોગ્ય વિભાગ દ્વારા ૫૯૧ જેટલા સ્થાનિક ગ્રામજનોની સ્વાસ્થ્યની તપાસ કરાઇ રહી છે. જ્યારે તાલુકામાં બીજો પોઝિટિવ કેસ કોરોનાનો નોધાતા ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.

પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક એવા ગોધરા નગર પછી હાલ શહેરા તાલુકામાં કોરોનાનો કહેર જોવા મળી રહયો છે. તાલુકાના નાથુજીના મુવાડા ગામ ખાતે અમદાવાદથી પોતાના પિયરમાં આવેલ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પરિવારજનોના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. જ્યારે પ્રથમ મહિલા કોરોના દર્દીની માતા નાનબા સોલંકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બીજા ચાર સદસ્યોનો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને કોરોન્ટાઈન કરાયા હતા. આરોગ્ય વિભાગના તાલુકા આરોગ્ય અધિકારી ભરતભાઈ ગઢવી અને તેમની ટીમ દ્વારા એક ગામમાંથી બે કોરોનાના દર્દીના કેસ મળી આવતા 591 જેટલા ગ્રામજનોની સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે કોરોનાનુ સંક્રમણ વધે નહીં તે માટે નાથુજીના મુવાડા ગામ ખાતે અવર-જવર કરતા ડામર રસ્તાઓ ઉપર પતરા મારીને રસ્તાઓને સદંતર બંધ કરવામાં આવ્યા છે. સાથે બહારના વ્યક્તિઓને ગામમાં આવવા માટે પ્રવેશબંધી કરાઈ છે. સ્થાનિક ગ્રામજનોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની કોઈ તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહયુ છે. સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે તાલુકા પંથકમાં કોરોનાનો કહેર વધતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here