આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાલોલ તાલુકાના તરવડા તથા હાલોલ તાલુકાના મોટા ઉભરવાણ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય તાલીમ યોજાઇ

કાલોલ, (પંચમહાલ)મુસ્તુફા મિર્ઝા :-

ગુજરાત રાજ્યના બગાયત વિભાગ દ્વારા તા.૦૯/૧૨/૨૦૨૩ના રોજ એક દિવસીય પ્રાકૃતિક ખેતિ અંગે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના તરવડા ખાતે તેમજ હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ખાતે “બાગાયતિ પાકોમા પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ“અંતર્ગત એક દિવસીય ખેડુત તાલીમ શિબીરનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્ર્મમા જિલ્લાના બગાયત વિભાગ,આત્મા કચેરીના વિવિધ અધિકારીશ્રી, કર્મચારીઓના બગાયતી પાકોમા પ્રાકૃતિક ખેતિ તેમજ બગાયત વિભાગ હસ્તક ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે તેમજ કેંદ્ર પુરસ્કૃત યોજના પી.એમ.એફ.એમ.ઇ. યોજનાની માહીતી જિલ્લાના ડી.આર.પી દ્વારા લોકોને આપવામા આવી હતી.આ સાથે ઉપસ્થિત લોકોને સ્થાનિક પાકો વિશે માર્ગદર્શન અને સાહિત્યનુ વિતરણ કરવામા આવ્યું હતું. આ તાલીમમા બહોળી સંખ્યામા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here