શહેરાના બસ સ્ટેન્ડ પાસેની વીજ ડી.પી. માં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

શહેરાના બસ સ્ટેન્ડ પાસે વીજ ડી.પી. માં અચાનક આગ લાગી હતી. વીજ ક્રમી અને રાહદારીઓએ  ફાયર સેફ્ટીની મદદથી મહામહેનતે વીજ ડિપીમા લાગેલ  આગ ઓલવાઈ  હતી.

શહેરા નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વીજ ડી.પી.માં આગ લાગી હોવાની ઘટના બની હતી. ભરચક વિસ્તાર ગણાતા બસ સ્ટેન્ડ પાસે સુકુન હોસ્પિટલની બાજુમાં આવેલ વીજ ડી.પી.માં અચાનક આગ લાગતા ત્યાંથી પસાર થતા રાહદારીઓ એ માટી નાખીને  આગ ઓલવાની કોશિશ કરવા સાથે આ  બાબતની જાણ MGVCL ને કરી હતી.આગ લાગેલ સ્થળ ખાતે  MGVCL ના કર્મચારીઓ  દોડી આવ્યા હતા.  રાહદારીઓ તેમજ MGCVL ની ટીમે ફાયર સેફ્ટીની મદદથી આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. વીજ ડીપીમાં લાગેલ આગ મહામહેનતે બુઝાવવામાં આવી હતી.  જોકે  અહી એક મોટી ઘટના બનતી અટકી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here