વેજલપુર પોલીસે સોમવારે બિનજરૂરી ટોળે વળતા અલગ-અલગ ત્રણ ગુના નોંધી ૧૪ ઈસમોની અટકાયત કરી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી કોરોના વૈશ્વિક મહામારી જાહેર કરી છે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે વખતોવખત જાહેરનામા બહાર પાડ્યા અને આવા જાહેરનામાઓ અમલમાં હોવા છતાં પણ સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર અને ચાર થી વધુ લોકોના કોઇપણ સ્થળે ભેગા થવા પર પ્રતિબંધ અમલમાં છે ત્યારે બેફિકરાઈથી ટોળે વળી ચાર અને ચાર થી વધુ સમૂહ ભેગા થતાં હોવાથી સરકારની સુચનાઓનો અમલ કરાવવા માટે અને જાહેરનામાનો અમલ કરાવવા માટે વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.એન રાવત પોલીસ સ્ટાફ સાથે સોમવારના રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વેજલપુર પોલીસ સ્ટેશનના મહેલોલ ચોકડી પશુ દવાખાના પાસે રોડની સાઈડમાં આવેલી ચાની લારી પાસે જાહેરનામા નો ભંગ કરીને એકઠા થયેલા પાંચ જેટલા ઈસમોની તથા પશુ દવાખાના પાસે આવેલા ઓટલા ઉપર ભેગા થઈને વાતો કરતાં અન્ય પાંચ ઈસમો ઉપરાંત મહેલોલ ચોકડી પ્રભાત કોમ્પ્લેક્સ પાસે રોડ ઉપર ટોળું થઈને વાતો કરતા ચાર ઈસમો એમ કુલ ૧૪ જેટલા ઈસમો સામે એકસાથે ભેગા થઈ કોરોનાવાયરસ ના ભયનું વાતાવરણ ઉભું કરવા બદલ, જાહેરનામાના ભંગ બદલ ઈ.પી.કો કલમ ૧૮૮ તથા જી.પી.એકટ ની કલમ ૧૩૯ મુજબ ગુનો દાખલ કરી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here