વેજલપુરમા કરોડોના ખર્ચે બનેલ બસસ્ટેન્ડમા તૂટેલા બાકડા… મુસાફરોને ઉભાપીરની બાધા લેવાનો વારો…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકાના વેજલપુર બસસ્ટેન્ડન જો કે કરોડના ખર્ચે બનેલ ત્યાં ઘણા સમયથી બાંકડા ની બેઠકો તૂટી ગયેલ હોવાથી પ્રવાસીઓને બેસવા માટે મુશ્કેલીઓ ઉભી થાય છે.અને મજબૂરન નીચે જમીન પર બેસવું પડે છે. અથવા કે દુકાનોના ઓટલાનો આશરો લેવો પડે છે. મુસાફરીઓ મુશ્કેલીમાં મુકાઈ તે જોતા બસ સ્ટેન્ડના કન્ટ્રોલર સાહેબ દ્વારા લેખિત આપ્યા છતાંય આજ સુધી ગોધરા ડેપો માંથી કોઇપણ અધિકારી તપાસ કરવા કે બાકડા રીપેરીંગ કરાવવા આવ્યા નથી.
કોરોના મહામારી પરિસ્થિતિ હળવે હળવે થાળે પડી રહી છે.તેમ તેમ એસટી બસોનો ટ્રાન્સપોર્ટેશન નિયમિત કરવામાં આવ્યું છે.આવામાં વેજલપુર બસ સ્ટેન્ડમાં આવતા દૂર દૂર થી પુરુષ અને મહિલાઓ અને વિદ્યાર્થીઓ તૂટેલા બાંકડા હોવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.જે થી મુસાફરોને નીચે જમીન પર બેસવું પડે છે.અથવા દુકાનોના ઓટલા નો આશરો લેવો પડે છે.
હવે જોવાનું એ રહ્યું કે એસટી નિગમના અધિકારીઓ જો મોટા પગાર ધરાવે છે. તે વેજલપુર બસસ્ટેન્મા મુસાફરોની થતી મુશ્કેલી નો નિરાકરણ લાવશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here