વિપક્ષના નેતા જે.બી સોલંકીને સાત જીલ્લામાથી તડીપાર કરવામા આવ્યા

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લામાં શહેરા તાલુકા પંચાયતના નેતા જસવંતસિંહ બળવંતસિંહ સોલંકી ઉર્ફ જે.બી.સોલંકીને પ્રાન્ત કચેરી દ્વારા જીલ્લા બહાર તડીપારનો હુકમ કરવામા આવ્યો છે.આ મામલે પ્રાન્ત કચેરીએ દ્વારા દલીલો પણ હાથ ધરવામા આવી હતી.પરંતુ આખરે પ્રાન્ત કચેરી સાત જીલ્લામાથી તડીપાર કરવાના હૂકમ કર્યો હતો.
જેને લઇને શહેરા પોલીસ મથકે જે.બી.સોલંકી હાજર થયા હતા.ત્યાથી પોલીસ દ્વારા તેમને અન્ય જીલ્લામાં છોડવાની તજવીજ હાથ ધરવામા આવી હતી.

શહેરા તાલુકાના વલ્લભપુર ગામના રહીશ અને તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જસવંતસિંહ બળવંતસિંહ સોલંકી ઉર્ફે જે. બી.સોલંકીને આજે તડીપાર કરવામાં આવ્યા છે.શહેરા પ્રાન્ત કચેરી દ્વારા કારણદર્શક નોટીસ આપીને જે.બી.સોલંકીને તડીપાર કેમ ન કરવા તે અંગે સુનાવણી હાથ ધરવામા આવી હતી.જેમા વકીલ દ્વારા જરૂરી દલીલો કરવામા આવી હતી.જોકે હવે માત્ર ચૂકાદો આપવાનો બાકી રહેતો હોવાની શહેરા પ્રાન્ત અધિકારી જયકુમાર બારોટ દ્વારા જે.બી.સોલંકીને તડીપાર કરવાનો હુકમ કરવામા આવ્યો હતો.તડીપારના હૂકમ થતા જે.બી.સોલંકી શહેરા પોલીસ મથક ખાતે હાજર થયા હતા.જ્યાથી પોલીસ દ્વારા તેમને જીલ્લા બહાર છોડવાની તજવીજ હાથ ધરવામા આવી હતી.પંચમહાલ ,મહિસાગર, ખેડા, દાહોદ,વડોદરા, છોટાઉદેપુર સહિતના સાત જીલ્લામાથી તડીપાર કરવામા આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here