વડાપ્રધાને આરંભ 5.0ના અંતે ૯૮મા કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધ્યા

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

૯૮મા કોમન ફાઉન્ડેશન કોર્સમાં ભારતની ૧૬ સિવિલ સર્વિસીસ અને ભૂતાનની ૩ સિવિલ સર્વિસીસના ૫૬૦ ઓફિસર તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો

વર્ષ ૨૦૧૯માં પ્રથમ કરવામાં આવી હતી ‘આરંભ’ કાર્યક્રમની શરૂઆત

દર વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર મહિના દરમિયાન સૌથી અઘરી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાને પાસ કરતા યુવા સિવિલ સર્વન્ટ્સ મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (એકેડેમી) ખાતે આયોજિત ફાઉન્ડેશન કોર્સમાં જોડાય છે. યુવાધન માટે આ ફાઉન્ડેશન કોર્સ એ વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં શાસનના વિચારો, પડકારો અને જવાબદારીઓ સાથે પ્રથમ પરિચય કરાવે છે. આ એકેડેમીમાં ફાઉન્ડેશન કોર્સના પાર્ટિસિપન્ટ્સને નેતૃત્વ, નાગરિક સેવકો માટેના કૌશલ્યો તેમજ એડમિનિસ્ટ્રેશન અને દેશ માટે વ્યક્તિગત કૌશલ્યો અને વિઝનના પાઠ ભણાવવામાં આવે છે. આ સર્વનો હેતુ એડમિનિસ્ટ્રેશનને લોકોની જરૂરિયાતો પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો છે. સાડા ત્રણ મહિનાના આ કોર્સ દરમિયાન મોટી સંખ્યામાં દેશના અને દેશ બહારના વક્તાઓ, નિષ્ણાતો અને પ્રેરણાદાયી વ્યક્તિઓ જાહેર વહીવટકર્તા તરીકેના અધિકારી તાલીમાર્થીઓના વિઝનને આકાર આપવા માટે તેમની સાથે વાર્તાલાપ કરે છે.

એકેડેમીની મર્યાદિત ક્ષમતાને કારણે ફાઉન્ડેશન કોર્સ અત્યાર સુધી મસૂરી સહિત બે થી ત્રણ તાલીમ સંસ્થાઓમાં એક સાથે ચલાવવામાં આવતો હતો. ફાઉન્ડેશન કોર્સ દરમિયાન તમામ સેવાઓને એકસાથે લાવવાના તેમજ સિવિલ સર્વન્ટની કારકિર્દીની શરૂઆતથી જ તમામ વિભાગો અને સેવાઓને એકસૂત્રે સાંકળવાના વિઝન સાથે, ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસ, ગ્રુપ-એ સેન્ટ્રલ સર્વિસ અને ફોરેન સર્વિસના તમામ તાલીમાર્થીઓ માટે વર્ષ ૨૦૧૯માં પ્રથમ વખત કોમન ફાઉન્ડેશન કોર્સ (CFC) ની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલને ‘આરંભ’ (AARAMBH) નામ આપવામાં આવ્યું હતું.

સિવિલ સેવકોને પરિવર્તનનું નેતૃત્વ કરવા અને વિભાગો અને ક્ષેત્રોમાં એકીકૃત રીતે કાર્ય કરવા સક્ષમ બનાવવાની દ્રષ્ટિ સાથે, આરંભ નામક કોમન ફાઉન્ડેશન કોર્સ (CFC) અંતર્ગત વડાપ્રધાનશ્રીએ આરંભ 5.0ના અંતે 98મા કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન એ આ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તાલીમાર્થી અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

‘વિક્ષેપની શક્તિનો ઉપયોગ કરવો’ની થીમ પર આરંભની ૫મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વર્તમાન અને ભવિષ્યને ફરીથી આકાર આપવા, અવરોધોને પાર કરવાનો અને સર્વસમાવેશક વિકાસ માટે શાસનના ક્ષેત્રમાં વિક્ષેપની શક્તિનો ઉપયોગ કરવા માટેના માર્ગોને વ્યાખ્યાયિત કરવાનો એક પ્રયાસ છે. ‘મૈં નહીં હમ’ની ભાવના સાથે ૯૮મા કોમન ફાઉન્ડેશન કોર્સમાં ભારતની ૧૬ સિવિલ સર્વિસીસ અને ભૂતાનની ૩ સિવિલ સર્વિસીસના ૫૬૦ ઓફિસર તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here