લોકશાહીને મજબૂત બનાવવા પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા પાત્રતા ધરાવતા યુવાનો મતદારયાદીમાં અચૂક નામ નોંધાવે : મતદાર ઓળખપત્રમાં ક્ષતિ અને સરનામુ સુધારવાની તક

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સમગ્ર નવેમ્બર માસ દરમિયાન ઝુંબેશ સ્વરૂપે મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચલાવાશે : જાહેરરજાના દિવસે ખાસ ઝુંબેશ

તા.૧૪, ૨૧, ૨૭ અને ૨૮મી નવેમ્બરે ખાસ ઝુંબેશના દિવસોએ નજીકનાં મતદાન મથકે બી.એલ.ઓ. હાજર રહેશે

ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તા.૧/૧/૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણ કાર્યક્રમ-૨૦૨૨નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેમ પંચમહાલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ આ પ્રમાણે છે. સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ તા.૦૧/૧૧/૨૦૨૧ (સોમવાર), હક્ક-દાવા અને વાંધા સૂચનો રજૂ કરવાનો સમયગાળો તા.૦૧/૧૧/૨૦૨૧ (સોમવાર) થી તા.૩૦/૧૧/૨૦૨૧(મંગળવાર) સુધી, ખાસ ઝુંબેશની તારીખો તા.૧૪/૧૧/૨૦૨૧(રવિવાર), તા.૨૧/૧૧/૨૦૨૧(રવિવાર), તા.૨૭/૧૧/૨૦૨૧(શનિવાર) અને તા.૨૮/૧૧/૨૦૨૧(રવિવાર)ના દિવસોએ ખાસ ઝુંબેશ યોજાશે. હક્ક-દાવા અને વાંધા અરજીઓના નિકાલ તા.૨૦/૧૨/૨૦૨૧ (સોમવાર) સુધીમાં અને મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૦૫/૦૧/૨૦૨૨(બુધવાર) ના રોજ કરાશે. જેની નોંધ લેવા સર્વે નાગરિકોને જણવાયું છે.
તા.૧-૧-૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવાનો મતદાર તરીકે પોતાનુ નામ નોંધાવી શકશે. ઉપરાંત મતદાર ઓળખપત્રમાં રહેલી ક્ષતિ અને સરનામાને આ ઝુંબેશમાં સુધારી શકાશે. મતદારયાદીમાં નામ નોંધણી, નામ રદ્દ કરવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકશે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૪ (રવિવાર), તા.૨૧(રવિવાર), તા.૨૭ (શનિવાર) અને તા.૨૮ (રવિવાર)ના દિવસે ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવ્યા છે. આ દિવસો દરમિયાન નજીકના મતદાન મથક ખાતે સવારના ૧૦ થી સાંજના ૫ કલાક સુધી મતદારયાદી સંબંધિ હક્ક-દાવા અને વાધાં અરજીઓ સ્વીકારમાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here