રાજ્યસભાના સ્વ. સાંસદ અહેમદ પટેલના પુત્ર ફેજલ પટેલ સહીત પરિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

2024 ની લોકસભા ચૂંટણીઓમાં લોકશાહી ના રક્ષણ અને દેશના વિકાસ માટે ઇન્ડિયા INDIA ગઠબંધન જરૂરી- ફેજલ પટેલ

સમાજસેવા નોન પોલિટિકલ ધોરણે પણ કરી શકાય નો મત ફેજલ પટેલે પત્રકારો સાથેના વાર્તાલાપમાં વ્યક્ત કર્યો

રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ ના પુત્ર ફેજલ પટેલ શહીત તેમના માતા અને પુત્રી સહિત કોંગ્રેસી કાર્યકરોએ આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી હતી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા ફૈઝલ પટેલે એકતા નગર ખાતે પત્રકારો સાથેના વાર્તાલાપમાં જણાવ્યું હતું કે લોહ પુરુષ સરદાર પટેલની પ્રતિમા અને સરદાર સરોવર એક ઐતિહાસિક સ્થળ બની રહ્યું છે. પોતાની સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પર્સનલ અને પ્રાઇવેટ આ પ્રથમ મુલાકાત હોવાનું જણાવી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પત્રકારો સાથેના વાર્તાલાપમાં ફૈઝલ પટેલ ને ઇન્ડિયા ગઠબંધન નો પ્રશ્ન પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન લોકશાહીના રક્ષણ માટે જરૂરી છે લોકશાહીને વરેલી સરકાર બનાવવા માટે દેશના વિકાસ માટે આ ગઠબંધન ખૂબ જ જરૂરી હોવાનો ફેજલ પટેલે પોતાના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું . અને વિશેષમાં 2024 ની લોકસભાની ચૂંટણીમાં લોકશાહીને વરેલી સરકાર લાવવા દેશના વિકાસ માટે પણ ઈન્ડિયા ગઠબંધનને અતિ મહત્વનું ગણાવ્યું હતું.

શું તેમના પરિવારમાંથી લોકસભાની ચૂંટણીમાં કોઈ જમ્પ લાવશે ?? એ પ્રશ્નના ઉત્તરમાં ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે લોકસભામાં કોને ઊભા રાખવા એ દિલ્હી ખાતેથી પાર્ટી હાઈ કમાંડ નક્કી કરશે અને જે નિર્ણય લેવાશે તે શિરોમાન્ય હશે. અને સમાજસેવા તો નોન પોલિટિકલ ધોરણે પણ કરી શકાય છે, તેમ તેઓએ પોતાનો અંગત મંતવ્ય રજૂ કરી જણાવ્યું હતું. અને વિશેષ માં જણાવ્યુ હતુ કે પોતે 2008 માં અમેરિકાથી ભારત પરત ફર્યા ત્યારબાદ નર્મદા અને ભરૂચ જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સામાજિક કામગીરીઓ કરવામાં વ્યસ્ત છે અને સમાજસેવા કરી પોતે એક અલૌકિક આનંદ પ્રાપ્ત કરતા હોવાનું અને લોકો સાથે જોડાયેલા રેહતા હોવાનુ પણ તેઓએ જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા અંગે પૂછવામાં આવતા તેઓએ ધારાસભ્ય ચેતર વસાવાની મેટર સબજ્યુંડીસ હોય એ અંગે પોતે કોઈ જવાબ આપી ન શકે એમ કહી જવાબ આપવાનુ ટાળ્યુ હતુ.

ફેજલ પટેલની નર્મદા જિલ્લાની અને એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ પટેલ, માજી ધારાસભ્ય પી. ડી. વસાવા કોંગ્રેસ અગ્રણી ઠાકોર યાવરખાન, વડીયા ના સરપંચ અમિત વસાવા, આમલેથા ના પૂર્વ સરપંચ મુકેશ વસાવા, નિલેશ વસાવા, સહકારી આગેવાન રમણભાઈ તડવી, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને ફેજલ પટેલ નો સર્કિટ હાઉસ ખાતે પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here