રાજપીપળા સરકારી હાઈસ્કૂલમાં કેન્દ્રિય વિદ્યાલય શરૂ કરવા સામે વાલી મંડળ સહિત પુર્વ વિધાર્થીઓ નો વિરોધ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા કલેકટરાલય માં આવેદન પત્ર પાઠવી
રજવાડા સમય ની 140 વર્ષ જુની શાળા બંધ કરવાની દહેસત વ્યકત કરાઇ

રાજપીપળા ખાતે ની રજવાડા સમય ની સરકારી હાઇસ્કૂલ ની ઈમારત માં કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા ની દીશા માં નર્મદા જીલ્લા સરકારી તંત્ર દ્વારા હલચલ થયાં નું જાણી શાળા ના વાલી મંડળ સહિત પુર્વ વિધાર્થીઓ માં આ બાબતે ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે, આજરોજ કેન્દ્રીય વિદ્યાલય અન્યત્ર શરૂ કરવા ની માંગણી અને 140 વર્ષ જુની શાળા બંધ કરવાના આરોપ સાથે જીલ્લા કલેક્ટરાલય માં આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું.

આવેદનપત્ર માં જણાવ્યા મુજબ રાજપીપલા શહેરના શિક્ષણ જગત તરફ જે માહિતી વાલીઓ અને પુર્વ વિધાર્થીઓ ને મળી તેની રજુઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતુ કે
નર્મદા જિલ્લા માટે રાજપીપલા મુકામે કેન્દ્રિય વિદ્યાલય ધો. ૧ થી ૧૦ સુધીની શરૂ કરવા માટે મંજુરી મલી છે, જે આપણા જિલ્લા માટે શિક્ષણ ક્ષેત્રે સારી વાત છે.

આ વિદ્યાલય માટે માહિતી મુજબ જાણવા મળ્યું છે કે જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૂથઇ છે. ભવિષ્યમાં તે જગ્યા પર વિદ્યાલયનું મકાન બાંધવાનું શરૂથશે. જોકે આ માટે ઓછામાં ઓછા બે-ત્રણ વર્ષ તો સમય લાગશે જ. આ સમય માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી હાલ વિદ્યાલય શરૂ કરવા માટે સરકારી બિલ્ડીંગની શોધખોળ થઇ રહી છે. આ માટે રાજપીપલા હાઇસ્કૂલની પસંદગી કરવામાં આવી છે. એમ જાણવા મળ્યું છે.

ઉપરોક્ત બાબત માટે રાજપીપલા સરકારી હાઇસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ તથા હાલના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાલીઓનો આ પત્રથી અમો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યુ છે કે હાલ શાળામાં નીચેના ભાગના ઓરડાઓમાં સુગર ફેક્ટરીની ચૂંટણીના બેલેટ પેપરની પેટીઓ માટે રોકાયેલ છે. આ ઉપરાંત સરકારી શાળા હોય આ શાળામાં સરકારી તેમજ બોર્ડની પરીક્ષાઓ માટે આ બિલ્ડીંગ મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત શાળાના પ્રાર્થના ખંડમાં સરકારી સેમિનારો, સરકારી કાર્ય, મિટીંગો તથા શિક્ષકોની ટ્રેનિંગ થાય છે. જો શાળા કેન્દ્રિય વિદ્યાલય માટે લેવામાં આવે તો ઉપરોક્ત કામગીરીઓ બંધ થવાની શક્યતા છે.

શાળાના ઉપરના માળ પર હાલ શાળાના ધો. ૯ થી ૧૨ ના વર્ગોનું શિક્ષણ કાર્ય થાય છે. શાળાના પ્રાથના ખંડમાં છેલ્લા ૧૦૦ વર્ષથી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દરરોજ નિયમિત સમુહ પ્રાર્થના થાય છે, જે સંસ્કાર સિંચન નુ કાર્ય કરે છે જે બંધ ના થવી જોઇએ. જાણવા મુજબ પ્રાર્થના ખંડમાં, ફિઝિક્સ લેબોરેટ તથા લાયબ્રેરીના ઓરડાઓ પૂરતા હોવાથી તેમાં પાર્ટીશન કરીને વિદ્યાલય શરૂ કરવાનું આયોજન વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

જો આમ કરવામાં આવે તો શાળાના સહપ્રવૃત્તિઓ, લાયબ્રેરી પ્રવૃત્તિઓ તથા વિજ્ઞાનના વિદ્યાર્થી પ્રાયોગિક કાર્યમમોમાં મોટી અસર થાય એમ છે. આના કારણે ભવિષ્યમાં શૈક્ષણિક કાર્યમાં અવરોધ થાય એમ છે. તેમજ શાળાનું જાહેર પરિણામ તેમજ વિદ્યાર્થીઓની સંખ્યા પર મોટી અસર પડે તેમ છે.

ઉપરોક્ત કારણે ૧૪૦ વર્ષની સ્ટેટ વખતની શાળા બંધ થવાની શક્યતા અમો જોઇ રહ્યા છે માટે શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ/શતાબ્દિ મહોત્સવના સભ્યશ્રીઓ એ સરકારી હાઈસ્કૂલ ખાતે કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા સામે સખત વિરોધ નોંધાવ્યો છે,અને નર્મદા જીલ્લા કલેકટર ને ઘટતી કાર્યવાહી હાથ ધરવા નું આવેદનપત્ર માં જણાવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here