દેશમાં 3 જા તબક્કાના લોકડાઉનની થઈ જાહેરાત…17 મે સુધી વધારવામાં આવ્યુ…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

લૉકડાઉનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 સુધી બિનજરૂરી કામ માટે તમામ માટે ગતિવિધિ બંધ રહેશે.

તમામ ઝોનમાં 65થી વધુ ઉંમરની વ્યક્તિ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ ઘરમાં જ રહેવું પડશે.

દેશમાં હાલ બીજા તબક્કાનું લોકડાઉન 3 જી મે સુધી અમલમાં છે,તયારે આજરોજ વડાપ્રધાન દ્વારા પરામર્શ કરીને 17 મી મે સુધી ત્રીજા તબક્કાના લોકડાઉનની આજરોજ જાહેરાત કરવામાં આવી છે.તયારે આ લોકડાઉનમા શરતોને આધિન કેટલાક છુટછાટ પણ અપાઈ છે.આ છુટછાટ ઝોનના આધારે આપવામાં આવી છે.

ઝોનની વ્યાખ્યા આવી છે

ગ્રીન ઝોન-9 જિલ્લા :- જે જિલ્લામાં હાલમાં કોરોનાનો એક્ટીવ કેસ એકપણ નથી

ઓરેન્જ ઝોન-19 જિલ્લા :- એવા જિલ્લાઓ જ્યાં કોરોનાના નવા કેસ પર બ્રેક વાગી હોય

રેડ ઝોન-5 જિલ્લા :- કોરોનાના કેસ સૌથી વધુ હોય તેવા વિસ્તાર કે જિલ્લા.

3જી મે પછી આ રીતે ઝોનવાઈઝ વહેંચાશે જિલ્લા…રેડ ઝોનમાં ગુજરાતના ક્યા-ક્યા જિલ્લા..?

અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, આણંદ, અરવલ્લી, ભાવનગર

3 મે પછી આ રીતે ઝોનવાઈઝ વહેંચાશે જિલ્લાઓ…ઓરેન્જ ઝોનમાં ક્યા-ક્યા જિલ્લા…?

(1).સૌરાષ્ટ્ર :- કચ્છ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીરસોમનાથ, બોટાદ

(2).ઉ.ગુજરાત :- મહેસાણા, પાટણ, સાબરકાંઠા,

(3).મ.ગુજરાત :- ખેડા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર

(4).દ.ગુજરાત :- ભરૂચ,વલસાડ, નવસારી,ડાંગ, તાપી, નર્મદા

3 જી મે પછી આ રીતે ઝોનવાઈઝ વહેંચાશે જિલ્લાઓ…ગ્રીન ઝોનમાં ગુજરાતના 5 જિલ્લા..?

(1).મોરબી (2).અમરેલી (3).પોરબંદર (4).જૂનાગઢ (5).દેવભૂમિ દ્વારકા

લૉકડાઉન 3.0 :-

ગ્રીન અને ઑરેન્જ ઝોનમાં ઈ-કોમર્સ કંપનીઓને ઑનલાઈન ડીલીવરીને મળી મંજૂરી, ગ્રીન ઝોનમાં 50 ટકા સીટિંગ કેપેસિટી સાથે બસો ચાલશે. બસ ડેપોમાં પણ 50 ટકા સ્ટાફ રહેશે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા326 .રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો4721, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મૃત્યુ.

ગુજરાત કોરોના અપડેટ…

રાજયમાં આજે નવા કેસ : 326
કુલ કોરોના પોઝિટિવ : 4721
કુલ મોત : 236
કુલ રિકવરી : 736

આજે નવા કેસોમાં અમદાવાદમાં 267, સુરતમાં 29, વડોદરામાં 19, મહીસાગરમાં 6, પંચમહાલમાં ૩, બોટાદ, બનાસકાંઠા, કચ્છ, પાટણ અને – ગાંધીનગરમાં 1 – 1 કેસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here