રાજપીપળા બ્રહ્મ સમાજના અગ્રણી કેતન પાઠકની ” વડીલ વંદના” નાં દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ તરીકે વરણી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળાના બ્રહ્મ સમાજ દ્વારા કેતન પાઠકનું સન્માન કરવામાં આવ્યું

રાજપીપળા ના ભાજપા અગ્રણી અને સામાજિક કાર્યકર તેમજ બ્રહ્મ સમાજ ના આગેવાન એવા કેતન પાઠક ની “વડીલ વંદના ” કાર્યક્રમ મા દક્ષિણ ગુજરાત ઝોન ના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હોય રાજપીપળા ના બ્રહ્મ સમાજ માં આનંદ ની લાગણી ફેલાઇ હતી.

રાજપીપળા ખાતે ઔદિત્ય ન્યાતી ટોળક નાં ટ્રસ્ટીઓ હરેશભાઈ, મનીકાંત ભાઇ, ઘનશ્યામ ભાઇ, કલ્પેશભાઈ સહિત બ્રહ્મ સમાજ ના અન્ય આગેવાનો સહિત સમાજ ના લોકો દ્વારા ગુજરાત લેવલ પર કેતન પાઠક ની ઉપપ્રમુખ તરીકે ની નિયુક્તિ ને આવકારવામાં આવી હતી, અને તેઓનું શાલ ઓઢાડી, પુષ્પ ગુચ્છ અર્પણ કરી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મ સમાજ ના વયોવૃદ્ધ ભાઇ બહેનો ને પણ સન્માનિત કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here