વાંકાનેરમાં દેખાયો અનેકતામાં એકતાનો અદભૂત નજારો… હિન્દુ મુસ્લિમ યુવાનોએ ભેગા મળી ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરી

વાંકાનેર (મોરબી),

પ્રતિનિધિ :- આરીફ દીવાન

જરૂરત મંદ વ્યક્તિઓને ખાદ્ય સામગ્રીની કીટ પહોંચાડી કોમી એકતાનું ઉદાહરણ પુરૂં પાડતા સમાજસેવક યુવાનો

હાલ વિશ્વમાં હાહાકાર મચાવનાર માનવ જીવનના દુશ્મન એવા કોરોનાવાયરસનાં ચેપી રોગનો કોઈ ભોગ ન બને તેવા સાવચેતીના પગલારૂપે સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેનો અમલ કરાવવા માટે પોલીસ તંત્ર જી.આર.ડી. ટીઆરબી હોમગાર્ડ. આરોગ્ય વિભાગ સહિતના સરકારી અર્ધસરકારી અને સમાજ સેવકો દ્વારા પોતપોતાની રીતે માનવતાની રૂએ ફરજ ના ભાગે માનવ સેવા લક્ષી કાર્યો કરતા હોય તેમ સેવાભાવી સંસ્થાઓ અને સમાજ સેવકો દ્વારા સેવા ના સૂર ગૂંજી ઉઠ્યા હોય તેમ વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એકતા ના સ્વરૂપ કોમી એકતાના પ્રતીક નાતજાતના ભેદભાવ રાખ્યા વગર માત્ર ને માત્ર માનવતા નું ઉદાહરણ પુરૂં પાડતાં હોય તેમ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નાતજાતના ભેદભાવ વગર ખાદ્ય સામગ્રીની કિટ પોતાના ટુ વ્હીલર જાતે શેરીએ ગલીએ ઘરે ઘરે જઈને જરૂરત મંદ એવા ગરીબો મધ્યમ વર્ગના લોકો નિરાધાર વિધવા ફૂટપાથ પર રહેતા વિગેરે ને લોક ડાઉન માં ઘરના ચુલા બંધ ના થાય અને ભૂખ્યા કોઇ સૂએ એ અર્થ છે જરૂરતમંદ વ્યક્તિઓને ભગવાન ઈશ્વર અલ્લાહ કોઈને કોઈ રૂપમાં ભૂખ્યાને ભોજન પૂરું પાડતા હોય તેમ સરકાર દ્વારા અને માનવ સમાજ સેવકો દ્વારા પોત પોતાની યથા શક્તિ મુજબ સેવાલક્ષી કાર્યો કરી રહ્યા છે ત્યારે વાંકાનેર મિલ પ્લોટ માં જ્યારથી લોક ડાઉન અમલ કરવામાં આવ્યું છે ત્યારથી આજ સુધી સેવાલક્ષી કાર્યકર્તા વાંકાનેરના હિંદુ મુસ્લિમ યુવાનો મુસ્લિમ અગ્રણી જાકીરભાઇ બ્લોચ મિલ પ્લોટ. રાજુભાઈ મઢવી એડવોકેટ એન્ડ નોટરી. આગેવાન બોદુ ભાઈ.સહીત ના કાર્યકરો હિંદુ મુસ્લિમ યુવાનો જાતે પોતાના બાઈક દ્વારા જરૂરત બંને શોધીને ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જે તસવીરમાં નજરે પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here