રાજપીપળા પાસેના લાછરસ -શહેરાવ વચ્ચેના માર્ગનો સાંસદ ગીતાબેન રાઠવાએ ખાતમુહુર્ત કર્યુ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2.72 કરોડ ના ખર્ચે 6 .30 કી.મી. નો રસ્તો બનસે

નર્મદા જીલ્લા ના રાજપીપળા પાસે ના લાછરસ ગામ ખાતે થી શહેરાવ તરફ જવાના માર્ગ ની ભારે દુરદશા થયેલ હોય ને રાજય સરકાર દ્વારા રુપિયા 2.72 કરોડ ની જોગવાઈ આ રસ્તો બનાવવા માટે કરવામાં આવી છે, જે અંતર્ગત છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર ના સાંસદ ગીતાબેન રાઠવા એ આ રસ્તા નુ ખાતમુહૂર્ત કર્યુ હતુ , જે પ્રસંગે તેઓ સાથે ભરુચ સાંસદ મનસુખભાઈ વસાવા , નર્મદા જીલ્લા પંચાયત પ્રમુખ પ્રયુષાબેન વસાવા સહિત જીલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

લાછરસ થી શહેરાવ ને જોડતો આ માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નિર્માણ પાસે , જે માટે સરકારે રુપિયા 2.72 કરોડ ની જોગવાઈ પણ કરી દીધી છે. આ રસ્તો 6.30 કી.મી. ની લંબાઈ નો બનાવવામાં આવસે નુ જીલ્લા વિકાસ અધિકારી શ્રી પી.ડી. પલસાણા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here