રાજપીપળા ટાઉન પોલીસનો નગરજનોમાં સુરક્ષા અને સલામતી માટે સુરક્ષા રથ ફેરવી જાગૃતિ લાવવાનો સરાહનિય પ્રયાસ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ઇલેક્ટ્રોનિક ઉપકરણો થી સજ્જ સુરક્ષા રથ ફેરવી મહિલાઓ સંબંધિત ગુનાઓ ટ્રાફિક નિયમન તેમજ સાઇબર ક્રાઇમની જાણકારી લોકોને અપાઈ

નર્મદા જિલ્લા જેવા પછાત અને આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધતું જાય છે, લોકોમાં જાગૃતિના અભાવે છેતરપિંડી ના પણ અનેક બનાવો બનતા હોય છે, ટ્રાફિક નિયમનની જાગૃતિ ન હોય અકસ્માતોના પણ પ્રમાણમાં અને ઘણો વધારો થઈ રહ્યો છે, મહિલા સંબંધિત ગુનાઓ મા પણ અનેક ઘણો વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે લોકોમાં જનજાગૃતિ આવે અને ગુનાહિત પ્રવૃત્તિઓને કઈ રીતના અટકાવી શકાય એ માટેની શીખ આપવા માટે નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત શુમ્બે ની સુચના અને માર્ગદર્શનથી રાજપીપળા ટાઉન પી.આઈ આર.જી.ચૌધરી દ્વારા પોતાના સ્ટાફ દ્વારા નગરના મુખ્ય વિસ્તારોમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી સજજ સુરક્ષા સેતુ રથ ફેરવી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

હાલ સાયબર ક્રાઇમ મહિલા છેતરપિંડે તેમજ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોના કારણે અકસ્માતોના પ્રમાણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે ત્યારે રાજ્ય સરકાર નો ગૃહ વિભાગ આ ગુનાહિત પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવે એ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો સલાહનીય પ્રયાસ કરી રહેલ છે ગાંધીનગર ખાતેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી પોલીસ વિભાગ નું સુરક્ષા સેતુ રાજ નર્મદા જિલ્લા ખાતે આવી પહોંચતા રાજપીપળા નગરમાં આજરોજ મુખ્ય વિસ્તારોમાં આ સુરક્ષા દ્વારા એક મોટા ટીવી સ્ક્રીન ઉપર અવરજવર કરતી આમ જનતા તેમજ રીક્ષા ચાલકો મોટરસાયકલ ચાલકો ને એકત્રિત કરી ટ્રાફિક નિયમન નું પાલન કરી કઈ રીતના અકસ્માતોથી બચી શકાય તેમ જ મહિલા સંબંધિત ગુનાઓ જેવા કે ચેન સ્નેચિંગ પર્શ ની તફડંચી , તેમજ સાયબર ક્રાઇમ થી કઈ રીતે લોકોને છેતરવામાં આવે છે એ સહિતની તમામ પ્રકારની સુરક્ષા ને માહિતી સુરક્ષા સેતુ ના રથમાં લગાડવામાં આવેલા મોટા ટીવી ઉપર દર્શાવી આમ જનતાને રાજપીપળા એસ. ટી.ડેપો સામે બતાવવામાં આવી હતી અને લોકોને જાગ્રત કરવામાં આવ્યા હતા, પોલીસ વિભાગની આ સરાહનીય કામગીરી ના લોકોએ પણ વખાણ કર્યા હતા આ બાબતે રીક્ષા ચાલક અખ્તરઅલી સૈયદ એ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમનની સુરક્ષા રથ થકી જે જાણકારી આપવામાં આવી રહી છે એ અમારા જેવા રીક્ષા ચાલકો માટે તેમજ અન્ય વાહન ચાલકો માટે ખૂબ જ ઉપયોગી છે દરેક વાહન ચાલક નિયમ મુજબ વાહનો ચલાવે તેમજ ટ્રાફિક નિયમનના સંપૂર્ણપણે પાલન કરીએ તો અકસ્માતો નો પ્રમાણ ઘટી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here