છોટાઉદેપુર : દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડતુ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપસિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા આઈ.જી.શેખ સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો ઉપર નજર રાખી ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા તેમજ એ.ટી.એસ.ના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે એસ.ઓ.જી. /C પોલીસ સબ ઇન્સપેક્ટર, એમ.એસ.સુતરીઆ નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે રંગપુર પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એસ.ઓ.જી. I/C પોલીસ સબ ઇન્સપેક્ટર, એમ.એસ. સુતરીઆનાઓને ખાનગી રાહે બાતમી હક્કિત મળેલ કે, રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દડીગામે રહેતા ગોવિંદભાઇ વેરસીંગભાઇ રાઠવાનાનો પરવાના વગરનો એક દેશી હાથ બનાવટનો તમંચો પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર રાખી મુકેલ હોવાની સચોટ માહીતી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ગોવિંદભાઇ વેરસીંગભાઇ રાઠવા રહે.દડીંગામ હોળી ફળીયા તા.જી. છોટાઉદેપુરનાઓના કબજા ભોગવટાના મકાનમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવેલ જેની કિ.રૂ.૫,૦૦૦/-ગણી તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ ધી આર્મ્સ એકટ કલમ ૨૫ (૧)(બી- એ) મુજબ રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે અને છોટાઉદેપુર એસ.ઓ.જીને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવામા સફળતા મળેલ છે

પકડાયેલ ઇસમનુ નામ:- ગોવિંદભાઇ વેરસીંગભાઇ રાઠવા રહે.દડીગામ હોળી ફળીયા તા.જી. છોટાઉદેપુર

પકડાયેલ મુદામાલની વિગત:- એક દેશી હાથ બનાવટનો તમંચો જેની કિ.રૂ.૫,૦૦૦/-

આ કામગીરી કરનાર:- SOG I/C પો.સ.ઇ.એમ.એસ.સુતરીઆ ASI મિનેષભાઇ નારસીંગભાઇ HC છત્રસિંહ રૂપસિંહ, HC મિતેષભાઇ લક્ષમણભાઇ, HC દશરથભાઇ લચ્છુભાઇ, HCમહેશભાઇ રજુભાઇ, HC વિક્રમભાઇ કોટવાલભાઇ તથા HC પ્રવિણભાઇ તેરીયાભાઇ નાઓ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here