રાજપીપળા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવ નિર્મિત વિભાગીય કચેરીનુ ઉર્જા મંત્રી સૌરભ પટેલના વરદ હસ્તે લોકાર્પણ

રાજપીપળા,*નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ખાતે રજવાડા ના સમય થી જે સથળે વીજ કંપની ની કચેરી કાર્યાન્વિત હતી એ સ્થળે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રજવાડી ઇમારત ના લુક વાળી નવીન ઇમારત નુ રાજય સરકાર ના ઉર્જા મંત્રી સૌરભ પટેલે લોકાર્પણ કરયુ હતુ.

આ નવનિર્મિત રાજપીપલા વિભાગીય કચેરીમાં નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓ નાંદોદ, ગરુડેશ્વર, ડેડીયાપાડા, સાગબારા, તિલકવાડા તથા  ઝઘડિયા તાલુકાના એમ કુલ મળીને ૭૨૩ ગામોનાં ૧૪૫૨૪૭ ગ્રાહકોને સારી સુવિધા મળશે. જેમાં રહેઠાણના ૧૨૩૬૯૭, વાણિજ્યકના ૭૦૯૮, ભારે દબાણના ૧૪૮, એસ.ટી. ગ્રાહક ૫૮, વારિગૃહના ૩૬૨૯ તથા ખેતીવાડીના ૧૮૬૪૭ ગ્રાહકોને આ નવનિર્મિત કચેરી બનવાથી લોકોને ૨૪ કલાક વીજળીની સુવિધા તથા અનેક મોટા ફાયદાઓ થશે તથા ગ્રાહકોને પડતી અનેક મુશ્કેલીઓનું નિરાકરણ થશે. 

નવીન ઇમારત ના લોકાર્પણ પ્રસંગે નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી  બચુભાઈ ખાબડ સાહેબ, મારા સાથી સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પ્રમુખ  ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, ડી. જી.વી.સી.એલ.એમ .ડી . અરવિંદ વિજીયન તથા ડી. જી.વી.સી.એલ. ચીફ ઓફિસર જે.પી.તન્ના, સહિત ના અધિકારીગણ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે  કચેરી ના પ્રાંગણ મા વૃક્ષારોપણ પણ કરાયુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here