શહેરા નગરના રોડ-રસ્તા તેમજ ગલી-મોહલ્લામાં માનવ સુરક્ષા કવચ સમાન લોકડાઉનનું પાલન કરાવતા પ્રાંત અધિકારી…

શહેરા,(પંચમહાલ)
પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

જન હિત ખાતર લોકડાઉનનુ કડક પાલન થાય તે માટે પ્રાંત અધિકારી જય બારોટ હાથમા દંડો લઈ રોડ-રસ્તા તેમજ ગલી-મોહલ્લામાં નીકળ્યા…

નગર પાલિકાની ટીમ અને પી.આઈ સહિતનો સ્ટાફ મેઇન બજાર ,હુસેની ચોક , બસ સ્ટેશન પાસેના વિસ્તારોમાં લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહોની અપીલ કરતા નજરે પડ્યા….

વર્તમાન સમયમાં જો સુક્ષ્મ સ્વર સાંભળનાર યંત્ર દ્વારા નિરીક્ષણ કરવાંમાં આવે કે આજે ક્યાં શબ્દનો સૌથી વધારે ઉચ્ચારણ થઇ રહ્યો છે..!!? તો દુનિયાના ખૂણે-ખૂણામાંથી એક માત્ર કોરોના…કોરોનાની બૂમો સંભળાઈ આવે એમ છે… કારણ કે આજે વિશ્વના લગભગ માનવ જીવોમાં કોરોનાની દહેશત ઘર કરી ગઈ છે. તેમજ હાલ દુનિયામાં લાખો લોકો કોરોનાના સંક્રમણમાં આવી પીડાઈ રહ્યા છે જ્યારે કોરોનાના માનવભક્ષી ભરડાએ બે લાખથી પણ વધુ લોકોના જીવ લીધા છે. તેમછતાં અમુક માનવતા દુશ્મન એવા નાસમજ લોકો સુરક્ષા કવચ સમાન લોકડાઉનની પરિભાષા સમજવા તૈયાર નથી, અને જયારે મન ફાવે ત્યારે ઘરની બહાર નીકળી લોકડાઉનનું ઉલ્લંઘન કરી રખડવા-ફરવા નીકળી પડતા હોય છે. માનવ હિત ખાતર આવા લોકોને સબક સીખાવાડવા અમુક સમયે ઉચ્ચ અધિકારીઓને પણ કામ-કાજ છોડી મેદાનમાં ઉતરવું પડતું હોય છે. આ રીતે જ એક અધિકારી શહેરા નગરના રોડ-રસ્તાઓ પર નીકળી પડતા સમગ્ર નગરમાં શાંતિ છવાઈ ગઈ હતી..

અમારા પ્રતિનિધિ થાકી મળતી વિગતો મુજબ શહેરા નગરમા લોકડાઉનનુ કડક પાલન થાય તે માટે પ્રાંત અધિકારી જય બારોટ હાથમા દંડો લઈને નીકળ્યા હતા. નગર પાલિકાની ટીમ અને સ્થાનિક પોલીસ મથકના પી આઈ સહિતના સ્ટાફ મેઇન બજાર ,હુસેની ચોક , બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોની મુલાકાત લેવા સાથે લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહો અને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરતા નજરે પડ્યા હતા. જ્યારે સોસાયટીની ગલીઓમાં ઓટલા પર બેઠેલા લોકો પ્રાંત અધિકારી સહિત પોલીસ સ્ટાફે જોતા દોડા દોડીના દ્રશ્યો સર્જાયા હતા. અને માર્ગ ઉપર કામ વગર આંટા ફેરા મારતા બાઈક ચાલકોની બાઈક ડીઈટેન કરવા સાથે બજારમા મોઢા પર માસ્ક પહેર્યાં વગર નીકળેલ લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી સાથે દંડ કરવામાં આવ્યો હતો. હાલ પણ બજારમા આવેલ આવશ્યક ચીજ વસ્તુઓની અમુક દુકાનમાં ખરીદી કરવા આવતા લોકોમા જાગૃતાનો અભાવ સાથે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન થતુ જોવા મળી રહયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here