રાજપીપળામાં ટ્રાફિક નિયમન માટે પોલીસની કવાયદ પણ રખડતા ઢોરોની સમસ્યા ક્યારે અને કોણ હલ કરશે ??

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

હાઇકોર્ટની સરકાર ને ટકોર છતાં પણ રાજપીપળામાં રખડતા પશુઓ બેલગામ !!! કોઈજ કાર્યવાહી નહી ?? લોકોમાં રોષ

રાજપીપળા મુખ્ય માર્ગ ઉપર પાર્કિંગ માટે પટ્ટા દોર્યા બાદ વાહન ચાલકોને સાઈડમાં વાહન પાર્ક કરવા પોલીસની સૂચના

રાજપીપળા ના મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે ત્યારે અવારનવાર આ બાબતે ચર્ચાઓ થાય છે પરંતુ કોઈ નક્કર પરિણામ નીકળતું નથી!!!

ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે રાજપીપળા ના સ્ટેશન રોડ ઉપર પાલિકા દ્વારા બંને બાજુએ સફેદ પટ્ટા લગાવવામાં આવ્યા છે આજે રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા પાર્કિંગ માટેની ડ્રાઇવનું આયોજન કરાયું હતું જેમાં વાહન ચાલકોને પટ્ટા ની અંદર વાહન ઉભું રાખવા માટે સૂચના આપવામાં આવી હતી ત્યારે સ્ટેશન રોડ ખુલ્લો થયેલો જોવા મળ્યો હતો રાજપીપળા પોલીસની ટ્રાફિક બાબતે કાર્યવાહી સરાહનીય છે પરંતુ રાજપીપળા વિસ્તારમાં જાહેર પાર્કિંગની લોકો માંગ કરી રહ્યા છે ઉપરાંત રસ્તે રખડતા પશુઓના કારણે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને કેટલાય વાહન ચાલકો પશુઓની અડફેટે આવી અકસ્માતનો ભોગ બને છે, અને પોતાના હાથ પગ ભાંગે છે,ત્યારે આ બાબતે જવાબદાર કોણ તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે

પશુઓ લડાય ત્યારે તેમની અડફેટે આવી કેટલાક નિર્દોષ લોકોએ ભૂતકાળમાં જીવ પણ ગુમાવ્યો છે તેમ છતાં જાણે તંત્ર મુક પ્રેક્ષક બની ને બેઠું હોય તેમ લાગી રહ્યું છે તો શું જિલ્લાના ઉપરી અધિકારીઓ આ બાબતે ધ્યાન આપશે ? કે રાજપીપળાની પ્રજા સમસ્યાઓથી જુજતી રહેશે. અને ફકત સબ સલામત નું ચિત્ર જ બતાવવામાં આવશે????

રાજપીપળામાં ફોરવહિલ પાર્કિગની જરૂરિયાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ થતાં તેની નજીક ની મોટી સિટી રાજપીપળા હોય પ્રવાસીઓ મોટાં પ્રમાણ મા રાજપીપળા માં આવતા હોય છે , તેમજ રાજપીપળામાં મુખ્ય બજાર ખૂબ નાનું છે ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી અહીંયા લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે આવતા હોય છે ત્યારે પાર્કિંગ ના અભાવે પોતાનું ફોરવહીલ વાહન રસ્તા ઉપર પાર્ક કરવા મજબૂર બન્યા છે જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે તંત્ર જાગે અને ફોરવહિલ ગાડીઓ માટે સ્ટેશન રોડ વિસ્તારમાં બે પાર્કિંગ ની વ્યવસ્થા ઉભી કરે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે

સમાચાર પત્રોમાં રખડતા પશુઓની સમસ્યા બાબતે સમાચાર પ્રસિદ્ધ થયા બાદ પણ તંત્ર નિષ્ક્રિય

રાજપીપળામાં રખડતા પશુઓ બાબતે અનેકવાર લોકોએ તંત્રમાં રજૂઆત કરી છે આ બાબતે અનેક વાર સમાચારો પણ પ્રસિદ્ધ થયા છે તેમ છતાં પણ તંત્ર જાણે કુંભકર્ણ ની નિંદ્રા માં પોઢતું હોય એમ ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરી રહ્યું હોય તેમ કોઈ નક્કર પગલાં નહીં લેતા અને રખડતા ઢોરો ની સમસ્યા જસ ની તસ જ રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here