છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના બે ફળિયાના લોકોની જમીનો નર્મદા ડેમનાં પાણીથી ડુબક્ષેત્રમાં ગઈ આ લોકોને અસરગ્રસ્ત ગણી વિસ્થાપિત કરે તેવી આ ગામના લોકોની માંગ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સરદાર સરોવર ડેમમાં જમીનો ગુમાવનાર આદિવાસી પરિવારો સ્થિતિ દયનીય, સરકારે નથી ગણ્યા વિસ્થાપિત

સરદાર સરોવર નર્મદા ડેમ બનીને તૈયાર થઈ ગયો અને તેનું પાણી ગુજરાતના છેક કચ્છ સુધીના વિસ્તારો સુધી પહોંચી રહ્યું છે. અને ખેડૂતોને એનો ફાયદો પણ થઈ રહ્યો છે. પરંતુ મા નર્મદાના દીકરા સમાન આદિવાસી સમાજના લોકોએ ગુજરાતને લીલુંછમ કરવામાં પોતાની મહામૂલી જમીન, જન્મભૂમિ ગુમાવી અને બલિદાન આપ્યું, એ જ બલિદાન આપનાર આદિવાસી પરિવારો આજે નર્મદા નદી કિનારે રહેવા છતાં તરસ્યા રહે છે અને તેમણે અસરગ્રસ્તો વિસ્થાપિત ગણવામાં આવ્યા નથી.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અતિ આંતરિયાળ એવા નર્મદા નદીના કિનારે વસેલા તુરખેડા ગામના બે ફળિયાના લોકોની માલીકીની ખેતીની જમીનો સરદાર સરોવર ડેમના કારણે ડૂબમાં ગઈ છે.જેમાં ધીરમટીયા આંબા અને બુડણી ફળિયાના અંદાજીત 100 જેટલા પરિવારોની જમીનો ડૂબમાં ગઈ છે. અને હાલ આ બન્ને ફળિયા ડુબક્ષેત્રમાં આવતા ટાપુ માં પરિવર્તીત થયાં છે એવા ર્ધીરમટીયા ફળિયાના અંદાજીત 45 પરિવારોની જમીનો ડુબાણ માં ગઈ છે.બુડણી ફળિયાના 55 જેટલા પરિવારોની જમીનો ડુબાણમાં ગઈ છે.આ લોકોની સંસ્કૃતિ, આસ્થાના ધામો, મહામૂલી ખેતીની જમીન, અને ઘરો સરદાર સરોવર ડેમમાં ડૂબમાં જતા આ પરિવારોની દયનીય સ્થિતિ છે.
આ નર્મદાના અસરગ્રસ્તોએ વર્ષ 2016 માં કેવડીયા ખાતે 12 મહિના 3 દિવસ આમરણ ઉપવાસ પર બેઠા હતા. ત્યારનાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહં ચુડાસમા ત્યારના સાંસદ રામસીંગ રાઠવા અને નર્મદા નિગમના સબંધિત અધિકારીઓએ પ્રતીક ધરણા પર બેસેલા અસર ગ્રસ્તો ને પારણા કરાવ્યા હતા.ત્યાર બાદ 2022 માં 7 મહિના અને. 10 દિવસ તિલકવાડા તાલુકામાં શીરા ગામે આમરણ ઉપવાસ પર બેઠા હતા.અને ત્યા સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી.માજી સાંસદ રામસીંગ રાઠવા અને નર્મદા નિગમના સબંધિત અધિકારીઓએ આવી તમારી માંગો 3 દિવસમાં પૂરી કરવામાં આવશે તેવું મૌખિક જણાવી પારણા કરાવ્યા હતા.
નર્મદા ડેમ બની ગયો અને ગેટ લાગી ગયા બાદ દર વર્ષે સરદાર સરોવરમાં પાણી વધતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના ઘર અને જમીનો સંપાદન કર્યા વગર પાણીમાં ડૂબી ગયા છે. અત્યારે પણ તેમની જમીનો અને મકાનો પાસે પાણી છે. આવવા જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. અને ટાપુમાં ફેરવાય જતાં આ લોકો લાકડાનો તારાપો બનાવી જીવ ના જોખમે બે ફળિયા વચ્ચે સામાજિક સંબંધો સાચવી રહ્યા છે,

તુરખેડા ગામના બંને ફળિયા ના લોકો માગ એવી છે કે વિસ્તારની જમીનો સંપાદીત કરો અને અમને પણ અસરગ્રસ્તના લાભ આપો. રાજ્યપાલના 1973ના પરિપત્ર મુજબ 1 છોકરાને નોકરી, જમીનના બદલે જમીન, ઘર માટે પ્લોટ આપો તથા અસરગ્રસ્તોની અન્ય માગણીઓ પૂર્ણ કરી, આરોગ્ય, શિક્ષણ સહિતની સુવિધાઓ મળે તેવી સુવિધા આપો.આ સુવિધા નથી જેથી અમે અંધકારમય જીવન જીવી રહ્યા છે તેમ જણાવી રહ્યા છે,

.અસરગ્રસ્ત જામસિંગભાઈ રાઠવા નાં જણાવ્યા અનુસાર નર્મદા નદી પર બનાવવામાં આવેલો સરદાર સરોવર ડેમ પર જે 30 ×30 નાં ગેટ લગાવવામાં આવ્યા છે.તેના કારણે છેલ્લા 5 વર્ષથી અમારા ગામના બે ફળિયાના લોકોના ખેતરો ડુબાણમાં ગયા છે. અમારી હાલત ખુબ દયનીય છે.અમારા ખેતરો ડૂબી ગયા છે. અમારે જીવન નિર્વાહ કરવા માટે કોઈ વિકલ્પ નથી સરકારને વારંવાર રજૂઆતો કરી છે છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.બે બે વાર અમે ભૂખ હડતાળ કરી છતા સરકાર અમારા પ્રશ્નો નો ઉકેલ લાવતી નથી .સરકાર અમને અસરગ્રસ્ત જાહેર કરી અમને વિસ્થાપિત કરી ખેતી માટે જમીન અને રહેવા માટે પ્લોટ આપે તેવી માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here