કાલોલ તાલુકાના બેઢીયા અને કાતોલ ગામે “મારી માટી મારો દેશ” અંતર્ગત સૈનીકો નુ સન્માન અને શપથ લીધા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાતોલ ખાતે સમગ્ર કાર્યક્ર્મ નુ સંચાલન મહીલાઓ દ્વારા કરાયુ

કાલોલ તાલુકાના બેઢીયા ગામે જલારામ મંદિર પાસે ઉમરીયા તળાવ ખાતે બુધવારના રોજ મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત પથ્થરની તકતી નું અનાવરણ કરવામાં આવ્યું પંચ પ્રાણ પ્રતિષ્ઠા અને સેલ્ફી નો કાર્યક્રમ યોજાયો તેમજ ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરાયુ હતુ વીરો ને વંદન કાર્યક્રમમાં હાલમાં સેનામાં ફરજ બજાવતા જવાન તેમ જ નિવૃત્ત થયેલ જવાન તથા તેઓના કુટુંબીજનોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે માજી સરપંચ નટુભાઈ ચૌહાણ તેમજ વીરુભાઈ ચૌહાણ ગામના નાગરિકો અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગુરૂવારના રોજ કાલોલ તાલુકાના કાતોલ ખાતે નોડલ ઓફિસર તેમજ આરોગ્ય શાખાના કર્મચારીઓ સરપંચ તેમજ માજી સરપંચ અને એપીએમસીના ડિરેક્ટર ગુણવંતસિંહ પરમાર ની હાજરીમાં મહિલા સશક્તિકરણના ભાગરૂપે ફક્ત મહિલાઓ દ્વારા મારી માટે મારો દેશ કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ આંગણવાડી કાર્યકર, પ્રાથમિક શાળા ના શિક્ષકો, બાળકો હાજર રહ્યા હતા. મહિલાઓ દ્વારા તક્તી નુ અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષા રોપણ અને ધ્વજ વંદન અને રાષ્ટ્ર ગાન પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે દેશ ની આત્મનિર્ભરતા અને વિકસિતતા માટે ના શપથ લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here