રાજપીપળાના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કેમ્પમાં ૭૪ સ્વ સહાય જૂથોને રૂ. ૩.૧૦ કરોડનું વિવિધ બેંકો દ્વારા કેશ ક્રેડિટ લોન ધિરાણ કરાયું

એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં નાંદોદ ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતામાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. તાલુકા પ્રોગ્રામ અંતર્ગત નાંદોદમાં નવજાત શિશુઓ, ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓના આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપવા નાંદોદ તાલુકામાં ૩૦૨ સ્વ સહાય જૂથોને જોડવામાં આવ્યા છે.

નાંદોદ તાલુકા પંચાયત ખાતે યોજાયેલા સ્વ સહાય જૂથોમાં ૧૫૧ જૂથોને અગાઉ કેશ ક્રેડિટ લોન આપવામાં આવી હતી અને અને બાકી રહેલા જૂથોને પ્રોત્સાહન આપવા અને આર્થિક સ્વ રોજગારી માટે આજરોજ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન ૭૪ જેટલા સ્વ સહાય જૂથોને રૂ. ૩.૧૦ કરોડનું વિવિધ બેંકો દ્વારા કેશ ક્રેડિટ લોન ધિરાણ કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ દરમિયાન નાંદોદ ધારાસભ્ય એ સ્વ સહાય જૂથની બહેનોને તાલીમો મેળવી અને મળતી મળતી રકમનો સ્વ રોજગારી માટે કેવી રીતે ઉપયોગ કરવું જોઈએ એ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ વેળાએ મહાનુભવોના હસ્તે સ્વ સહાય જૂથની બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે બેંક મેનેજરો ના સહયોગ બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સ્વ સ્વ સહાય જૂથની બહેનોએ પોતાના અનુભવો રજુ કરીને બીજી બહેનોને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.

આ કેમ્પમાં તાલુકા પ્રમુખ શ્રીમતી વનીતાબેન વસાવા, તાલુકા ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રીમતી જયાબેન તડવી, નિયામકશ્રી DRDA જે.કે.જાદવ, ગાંધીનગર વડી કચેરીથી જનરલ મેનેજર શ્રીમતી નિમિષાબેન રાઠવા, લીડબેન્ક મેનેજર સંજય સિન્હા, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી અંજલીબેન ચૌધરી, જિલ્લા લાઈવલિહૂડ મેનેજર જેજ્ઞેશ સેનામાં, તાલુકા NRLM સ્ટાફ તથા સ્વ-સહાય જૂથના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here