મોડાસા ટાઉન પો.સ્ટે ખાતે નોંધાયેલ અપહરણના ગુન્હા કામે અપહરણ થયેલ બાળકને એક આરોપી સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો..

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ગઇ કાલે મોડાસા ટાઉન પો.સ્ટેમાં ત્રણ વર્ષના બાળકના અપહરણનો બનાવ બનેલ જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી શૈફાલી બારવાલ સાહેબ અરવલ્લી નાઓએ ઉપરોકત ગુન્હાના કામે અપહરણ થયેલ બાળકને શોધી કાઢવા સારૂ માર્ગદર્શન/સુચનાઓ આપેલ હતી.
જે આધારે શ્રી સંજયકુમાર એસ.કેશવાલા મદદનીશ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓના સુપરવિઝનમાં શ્રી ડી.બી.વાળા પોલીસ ઇન્સપેકટર,એલ.સી.બી. મોડાસા, શ્રી કે.ડી. ગોહીલ પોલીસ ઇન્સપેકટર મોડાસા ટાઉન પો.સ્ટે તથા શ્રી એસ.જે.દેસાઇ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી. તથા શ્રી જી.એ.સ્વામી પોલીસ સબ ઇન્સપેકટર મોડાસા ટાઉન પો.સ્ટે તથા શ્રી વી.જે.
તોમર પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી નાઓની એલ.સી.બી./એસ.ઓ.જી /મોડાસા ટાઉન પોલીસ સ્ટાફની અલગ અલગ કુલ-૧૦ જેટલી ટીમો બનાવી અપહરણ થયેલ બાળકને શોધી કાઢવા સારૂ રાત દિવસ મહેનત કરી અત્રે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે આવેલ નેત્રમ શાખાના તથા સ્થાનિક જગ્યાના મળી આશરે ૭૦ જેટલા સી.સી.ટી.વી.ફુટેઝ ચેક કરવામાં આવેલ તેમજ અંગત બાતમીદાર રોકી બાતમી હકીકત મેળવવા તજવીજ કરતાં અપહરણ થયેલ બાળક રાજસ્થાન રાજયના ડુંગ૨પુ૨ એસ.ટી.ડેપો મુકામે હોવાની બાતમી હકીકત મળતાં ઉપરોકત ટીમો ૨ાજસ્થાન મુકામે ૨વાના કરેલ અને ડુંગ૨પુ૨ મુકામે તપાસ હાથ ધરી અપહરણ ક૨ના૨ ઇસમ પ્રકાશભાઇ સ/ઓ ગાંગજીભાઇ હુરતાભાઇ ડામોર ઉવ. ૪૦ રહે.ભિલુડા,રાણી બીલ્લી ફલા તા.સાગવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન)નાનો
મળી આવતાં સદરી ઇસમને યુકતિ પ્રયુકતિથી પુછપરછ કરી અપહરણ થયેલ બાળકને શોધી કાઢી સદરી ઇસમને સી.આર.પી.સી.ક.૪૧(૧)એ મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારૂ મોડાસા ટાઉનબપો.સ્ટે તરફ મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
પ્રકાશભાઇ સ/ઓ ગાંગજીભાઇ હુરતાભાઇ ડામોર ઉવ.૪૦ રહે.ભિલુડા,રાણી બીલ્લી ફલા તા.સાગવાડા
જી.ડુંગરપુર (રાજસ્થાન)
કામ કરનાર અધિકારી/કર્મચારી :-

શ્રી ડી.બી.વાળા પોલીસ ઇન્સપેકટર
એલ.સી.બી. મોડાસા

શ્રી કે.ડી.ગોહીલ પોલીસ ઇન્સપેકટર
મોડાસા ટાઉન પો.સ્ટે
3
શ્રી એસ.જે.દેસાઇ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર
એસ.ઓ.જી મોડાસા

શ્રી વી.જે.તોમર પોલીસ સબ ઇન્સપેકટર
એલ.સી.બી. મોડાસા

શ્રી જી.એ.સ્વામી પોલીસ સબ ઇન્સપેકટર
મોડાસા ટાઉન પો.સ્ટે
૬ તમામ એલ.સી.બી.,એસ.ઓજી.સ્ટાફ તથા મોડાસા ટાઉન પોલીસ સ્ટાફ
આમ ઉપરોકત તમામ ટીમો ધ્વારા અપહરણનો વણ શોધાયેલ ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here