મોડાસા : ગાડીમાંથી પડી ગયેલ iPhone કિ.રૂ ૫૦,૦૦૦ નો મોબાઇલ ફોન નેત્રમ ( CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ) ની મદદથી માલીકને પરત અપાવવામાં સફળતા

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

રોજ મોડાસા શહેરના ડુઘરવાડા ચોકડીથી આશરે ૧૭:૦૦ વાગ્યાની આસપાસ ફરીયાદી પટેલ દક્ષ નરેશભાઇ GJ09881510 ( ETIOS LIVA ) કારમાંથી ઉતરથી વખતે મોબાઇલ IPHONE XS MAX પડી ગયેલ હતો . થોડી વાર પછી તેઓને મોબાઇલ યાદ આવતા તેઓએ જોયુ કે કોઇ અજ્યાણો ઇસમ લઇ જતો જોવા મળેલ હતો . જેની ફરીયાદી દ્વારા તપાસ કરતા મોબાઇલ ફોન ન મળી આવતા નેત્રમ શાખાનો સમ્પર્ક કરેલ અને નેત્રમ શાખા ખાતે આવી બનેલ બનાવની વિગત જણાવેલ હતી . જેના આધારે નેત્રમ ખાતેના હાજર સ્ટાફ દ્વારા તાત્કાલીક મોડાસા શહેરના ડુઘરવાડા વિસ્તારમાં લગાવેલ CCTV ફૂટેજ અરજદાર દ્વારા જણાવેલ સમય અને સ્થળને આધારે ચેક કરતા કોઇ અજાણ્યો ઇસમ મોટર સાઇકલ પર લઇને જતા જણાઇ આવેલ . ત્યારબાદ તે વાહન નંબર GJ31M3298 ( બજાજ પ્લેટીના ) નો ICMS સોફ્ટવેરના આધારે વાહન માલીકનો સમ્પર્ક કરતાં વાહન માલીક દ્વારા જણાવેલ કે તેને મોબાઇલ રસ્તા પર પડેલો મળેલ હતો . વાહન માલીકને સમગ્ર ઘટનાની જાણ કરતા તેઓ દ્વારા ઇમાનદારી દાખવી મોબાઇલ ફોન ત્વરિત પરત કરવામાં આવેલ . આમ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવેલ સી.સી.ટી.વી કેમેરાના માધ્યમથી આશરે કિંમત રૂ .૫૦,૦૦૦ / – નો મોબાઇલ ફોન માલીકને પરત અપાવવામાં સફળતા મળેલ . મુદામાલ : મોબાઇલ ફોન કિં.રૂ .૫૦,૦૦૦ / કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી તથા કર્મયારીઓ : ( ૧ ) પો.સ.ઇશ્રી જે.એય ચૌધરી નેત્રમ ઇન્ચાર્જ ( ૨ ) વુ.આ.લો.ર કૈલાસબેન પોપટભાઇ બ.નં ૦૭૩૩ ( ૩ ) વુ.હે.કો ઉપાસનાબેન નરેંદ્રભાઈ બ.ન ૪ ( ૪ ) જ એન્જીનીયર વિશાલ શાહ ( ૫ ) જુ.એન્જીન્જીનીયર ફિરહાન ઝઝ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here