વેજલપુર ખાતે ભાગ્યોદય યુવા વિકાસ મંડળ તથા સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત પ્લે સેન્ટર તેમજ સત કૈવલ ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા હિજામાં કેમ્પ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર ગામે વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે જેવી કે ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત પે.સેન્ટર તેમજ સત કૈવલ ફિઝિયોથેરાપી સેન્ટર વેજલપુર દ્વારા હિજામાં કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં ડોક્ટર હેમાની પંચાલ અને ડોક્ટર મુસ્કાન શેખ એ સેવાઓ બજાવી હતી જ્યારે સેન્ટરના પ્રમુખ સિદ્ધિકભાઈ મિસ્ત્રી, આચાર્ય પીન્ટુભાઇ સોની તેમજ ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર ના પ્રમુખ યોગેશ કાછિયાએ સહયોગ આપ્યો હતો આ કેમ્પમાં બ્લડનું સર્ક્યુલેશન કેમ વધે અને શારીરિક કરે માનસિક આરોગ્યની સ્થિતિ સુધરે તેમજ અન્ય શક્તિકારક પ્રતિકારો મજબૂત બને તે માટે આ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં હિન્દુ તેમજ મુસ્લિમ ભાઈ બહેનોએ લાભ લઇ કેમ્પને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here