બોડેલી ખાતે આવેલ છોટાઉદેપુર ભાજપા લોકસભા મધ્યસ્થ કાર્યાલયે પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

વિકસિત ભારત સંકલ્પ પત્ર ૨૦૨૪ : મોદી કી ગારંટી અભિયાન પત્યેક જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ૫ માર્ચથી ૧૫ માર્ચ સુધી શરુ થનાર છે.જે અંતર્ગત આજરોજ બોડેલી ખાતે આવેલ છોટાઉદેપુર લોકસભા મધ્યસ્થ કાર્યાલયે પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ અભિયાનની વિસ્તૃત માહિતી વડોદરા શહેરના ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડીયાએ આપી હતી.ધારાસભ્ય કેયુરભાઈએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ દશ વર્ષના શાસનમાં પ્રત્યેક વર્ગના લોકોને ધ્યાનમાં લઈને યોજનાઓ અમલમાં મૂકી જેનો સીધો લાભ લાભાર્થીઓને મળતા તેનું જીવન ધોરણ ઉંચુ આવ્યું છે.૧૦ વર્ષ પહેલાની કેન્દ્ર સરકારોમાં ભ્રસ્ટાચાર,કૌભાંડ,મોંઘવારી,અવ્યવસ્થા,આતંકવાદ અને સમગ્ર ભારતીયોમાં નિરાશાનું વાતાવરણ હતું.પ્રજાજનોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપેલ આશીર્વાદથી આજે દેશ અને દુનિયામાં ભારતનો ડંકો વગાડી ભારતનું અર્થતંત્ર વિશ્વના પાંચમા સ્થાને પહોંચ્યું છે.વિશ્વમાં ભારતના અર્થતંત્રને ત્રીજા સ્થાને લઇ જવા માટે વિકસિત ભારત સંકલ્પ પત્ર મોદી કી ગારંટી અભિયાનમાં ભારતના તમામ બુદ્ધિજીવી પ્રજાજનો પાસેથી અભિપ્રાયો મેળવવાનું આ અભિયાન છે જે તારીખ ૫ થી ૧૫ માર્ચ સુધી તમામ લોકસભાના બુથોમાં જઈને કાર્યકર્તાઓ અભિપ્રાયો મેળવશે.તે અભિપ્રાયોના આધારે આગામી સમયમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર ભાજપા તૈયાર કરશે.આ પ્રેસવાર્તામાં છોટાઉદેપુર લોકસભા સાંસદશ્રીમતી ગીતાબેન રાઠવા,જિલ્લા અધ્યક્ષશ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા,જિલ્લા કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ,જિલ્લા મીડિયા સેલ કન્વીનર પરિમલ પટેલ ઉપસ્થિત રહી પ્રેસવાર્તામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here