બાજરીના ખેતરમાં પાળીયા બાંધી ઘરે પરત ફરતા ખેડુતનું અકસ્માતમાં મોત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના ભેડીદ્રાગામનાં કિરણસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પોતાના બાજરીના ખેતરમાં પાણી મુકવા ખેતરમાં પાળીયા બાંધવા ગામથી નજીક સણસોલી-અંબાલા રોડ પર આવેલ ખેતરમાં ગયા હતાં. ખેતરમાં પાળીયા બાંધી ઘરે પરત ફરતા હતાં તે સમયે સણસોલી-અંબાલા રોડ પરથી પસાર થતાં હતાં. અચાનક રોડ પરથી પસાર થતાં એક બાઈક ચાલક પુર ઝડપે અને ગફલત રીતે મોટર સાયકલ લઈ આવી કિરણભાઈ ચૌહાણ ને પાછળથી અડફેટે લઈ ટક્કર મારતા કિરણભાઈ રોડ પટકાયા હતાં. રોડ પાસે નાં ખેતરમાં ઉભેલા તેનના પુત્ર ધર્મેન્દ્ર ચૌહાણ અકસ્માત જોઈ બનાવ સ્થળે દોડી આવી જોતાં અકસ્માતનો ભોગ ધર્મેન્દ્ર ચૌહાણ પિતા કિરણભાઈ ચૌહાણ માથાના પાછળનાં ભાગે અને કપાળના ભાગે તેમજ બરડાનાં ભાગે ઇજાગ્રસ્ત થઈ પડ્યાં હતાં.જ્યારે બાઈક ચાલક પોતાનું બાઈક લઈ ફરાર થઈ ગયો હતો.જ્યારે ખેડુત કિરણભાઈ ઈજાગ્રસ્ત થતા તેમનાં પરિવારને પણ જાણ થઈ કે તરતજ કિરણભાઈનાં પત્ની સ્થળ પર પોંહચી ગયાં હતાં.જ્યારે તેમનાં પુત્ર ધર્મેન્દ્ર ચૌહાણ દ્વારા ૧૦૮ નો સંપર્ક કરતાં ૧૦૮ પણ આવી પોંહચતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત કિરણભાઈને તાત્કાલિક સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જતાં રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી ગંભીર ઈજાઓને કારણે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી પરંતુ જરૂરી વધુ સારવાર માટે વડોદરા એ.એસ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.અંદાજીત સાત-આઠ દિવસની સારવાર પછી પણ ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત નીપજ્યું હતું. જેની સારવાર આપતા તબિબ દ્વારા મૃત્યુ થયાંનું તેમને મૃતકના પરિવારને જણાવ્યું હતું. જેતી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરી પોતાના વતન લઈ જઈ ને અંતિમવિધિ પુર્ણ કરી ધર્મેન્દ્રભાઈ અને તેમનાં દાદા કાલોલ પોલીસ મથકે જઈ અકસ્માત કરી નાસી છૂટનાર મોટર સાઇકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here