પાનવડ પોલીસ સ્ટેશનના મોટાવાટા ગામ પાસેથી કિ.રૂ.૮૯,૨૮૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે ~ દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા * અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીનાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…..
જે અન્વયે શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે મોટાવાટા ગામની સીમ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૮૯,૨૮૦/-નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહીંદ્રા કંપનીની કંપનીની XUV 500 ફોર વ્હિલર ગાડી રજી. નંબર GJ-11-AB-2930 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ –
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૭૪૪
જેની કિંમત રૂપિયા 88,280/
(૨) મહીંદ્રા કંપનીની કંપનીની XUV 500 ફોર વ્હિલર ગાડી २७. नं५२ GJ-11-AB-2930. ગાડી કીંમત રુપીયા 7,00,000/
કુલ કિંમત રૂપિયા મુદામાલ સાથે 89,280/
પકડવાના બાકી ઇસમ;-
(૧) સુખરામભાઈ જામસિંગભાઇ રાઠવા રહે-ભુમસવાડા વાવડી ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર
(૨) વિપુલભાઇ નગરસિંહ રાઠવા રહે. રોડધા તાડ કાછલા ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here