પાટણ જિલ્લા તીરંદાજી (આર્ચરી) સ્પર્ધામા ચંદ્રાવતી ઉદય હાઈસ્કૂલના ખેલાડીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર એલ.એસ. હાઈસ્કૂલ ખાતે પાટણ જિલ્લા તીરંદાજી સ્પર્ધા યોજાઈ હતી.જેમાં ઉદય હાઈસ્કૂલ ચંદ્રાવતી હાઈસ્કૂલ ના 17 ખેલાડી ભાઈબહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધા અંતર્ગત અંડર-14 બહેનો માં પ્રથમ ઠાકોર પ્રિયાબેન, ભાઈઓમાં પ્રથમ ઠાકોર કિશનકુમાર તેમજ અંડર- 17 બહેનોમાં પ્રથમ પટેલ પ્રાચી જ્યારે ભાઈઓમાં પ્રથમ ઠાકોર અરવિંદજી તેમજ ઓપન વિભાગ બહેનોમાં પટેલ પ્રેક્ષાબેન વિજેતા બની સમગ્ર પાટણ જિલ્લામાં ઉદય હાઈસ્કૂલ, ચંદ્રાવતી નું નામ રોશન કર્યું. તમામ ખેલાડીઓને શાળા ના આચાર્ય,કોચ તેમજ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.આ તમામ ખેલાડીઓ આગામી સમયે ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભની સ્પર્ધામાં રમવા જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here