પહેલા મતદાન પછી વિવાહ..! કાલોલ બોરુગામના દુલ્હે રાજાએ લગ્ન સમયે પણ મત આપવાનું ચુક્યા નહી

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5 જિલ્લા પંચાયત અને 22 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા વેહલી સવારથી જ હાથ ધરવામાં આવી હતી. જેમાં મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન કાલોલ તાલુકાના બોરુ ગામમાં કંઈક અલગ જ તસ્વીર જોવા મળી છે. જેમાં આજે લગ્ન કરીને નવી જિંદગી શરૂ કરવા જઈ રહેલા વરરાજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના બોરુ ગામ ફીરોઝખાન કાદરખાન પઠાણે પહેલા મતદાન પછી લગ્ન” એ ઉક્તિને સાર્થક કરતી હોય, તેમ પહેલા પોતાના મતાધિકારને પ્રાથમિક્તા આપી મતદાન મથકમાં મતદાન કરી લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો આ વરરાજાની જાન જાંબુઘોડા ગામે જવાની હોય પોતે જાગૃત નાગરિક તરીકે ફરજ નિભાવી સાથે લોકોને મતદાન કરવાની અપીલ પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here