પંચમહાલ : મહીલા હેલ્પ લાઈન ટીમ ની અસરકારક કામગીરી ને કારણે સગીર બાળા પોતાના ઘરે પરત ફરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલકાના નજીકનાં વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇન પર થર્ડ પાર્ટી દ્વારા કોલ કરીને જણાવેલ કે તેમની 16 વર્ષની છોકરી એક છોકરાના પ્રેમ સંબંધમાં હતી જે ભાગીને છોકરાના ઘરે આવી ગઈ છે જેને પરત લેવા આવતા તે છોકરા સાથે રહેવાની જીદ પકડીને બેઠી છે પરત આવવા તૈયાર નથી. જેથી છોકરી ને સમજાવવા 181 મહિલા હેલ્પલાઇન પર જાણ કરેલ
181 પંચમહાલ ગોધરા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી છોકરીના મમ્મી પપ્પા સાથે વાતચીત કરતાં તેમને જણાવેલ કે તેમની છોકરીની ઉંમર 16 વર્ષ છે. થોડા દિવસ પહેલા છોકરી ભાગીને છોકરાના ઘરે આવી ગઈ હતી. તેમને જણાવેલ કે તે સમયે છોકરીની સગાઈ આ છોકરા સાથે નક્કી કરી હતી પરંતુ અમુક કારણોસર આ સગાઈ તોડી નાખી હતી.ત્યારબાદ છોકરીની સગાઈ બીજી જગ્યાએ નક્કી કરી હતી. જે છોકરીને પસંદ ન હતી જેથી છોકરી ભાગીને આ છોકરાનાં ઘરે આવતી રહી.ત્યારબાદ છોકરીના પરિવારજનોને જે વાતની જાણ થતાં તેઓ છોકરીને પરત લેવા છોકરાના ઘરે આવ્યા. તો છોકરી તેમની સાથે પરત આવવા તૈયાર ન હતી.જેથી 181 મહિલા હેલ્પલાઇન પર જાણ કરેલ.છોકરા છોકરી બંનેનું અસરકારક કાઉન્સિલિંગ કરી તેમને કાયદાકીય માહિતી માર્ગદશન આપ્યું તેમજ સમજાવ્યા .18 વર્ષ પહેલાં ભાગી જવું કે લગ્ન કરવા તે ગુનો બને છે તેમને બંને પોતાની ભૂલ સમજાઈ અને છોકરીને તેના પરિવાર સાથે પરત જવા સમજાવતા તે છોકરા સાથે રહેવાની જીદ છોડીને તેના મમ્મી પપ્પા સાથે પરત જવા તૈયાર થઈ.ત્યારબાદ છોકરી છોકરાનાં મમ્મી પપ્પા ને પણ કાયદાકીય માહિતી આપી અને સમજાવ્યા કે જ્યાં સુધી છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ નાં થાય ત્યાં સુધી તેઓ તેમના લગ્ન નાં કરવી શકે.આ ગુનો બને છે. તેમનાં બંને પરિવારોને તેમની ભૂલ સમજાઈ અને જણાવ્યું કે અમારી ભૂલ થઈ ગઈ હવે પછી અમે જ્યાં સુધી છોકરા છોકરી પુખ્ત વયના નાં થાય ત્યાં સુધી તેમની સગાઈ કે લગ્ન નહિ કરીએ તેવી 181 અભયમ ટીમ ની હાજરીમાં લેખિત માં બાહેધરી આપી. તેમજ છોકરીને પોતાની સાથે પરત પોતાના ઘરે લઈ ગયા.છોકરીના પરિવારજનોને પોતાની છોકરી પરત ઘરે આવવા સમજવી તે બદલ 181 મહિલા હેલ્પલાઇન ની ટીમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here