પંચમહાલ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લું મુકાશે

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુત મિત્રો વર્ષ ૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે તે માટે તા. ૦૪-૧૧-૨૦૨૦ થી તા. ૧૭-૧૧-૨૦૨૦ સુધી અને તા. ૧૮-૧૧-૨૦૨૦ થી તા. ૩૦-૧૧-૨૦૨૦ સુધી એમ બે તબક્કામાં આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે. જેમાં પ્રથમ તબક્કામાં તા. ૦૪-૧૧-૨૦૨૦થી તા. ૧૭-૧૧-૨૦૨૦ સુધી સામાન્ય જાતિ અને ઓબીસી ખેડુતો દ્વારા અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો, શાકભાજી પાકોમાં હાઇબ્રીડ બિયારણ, પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, મસાલા પાકો (સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ), છુટા ફૂલો, ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય વગેરેમાં તથા અનુસુચિત જાતિના ખેડુતો દ્વારા ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવા ઘટકમાં અરજી ઓનલાઇન કરી શકાશે. જ્યારે નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે અને પેકહાઉસ (૯ x ૬ મી.) ઘટકમાં તમામ ખેડુતો દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે. બીજા તબક્કામાં તા. ૧૮-૧૧-૨૦૨૦ થી તા. ૩૦-૧૧-૨૦૨૦ સુધી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડુતો દ્વારા શાકભાજી પાકોમાં હાઇબ્રીડ બિયારણ, પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, મસાલા પાકો (સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ), છુટા ફૂલો, ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, નેટહાઉસ-નળાકાર સ્ટ્રક્ચર માટે, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, વગેરે ઘટકો માટે પોર્ટલમાં અરજી કરી શકાશે. આ ઉપરાંત ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબત યોજનામાં તા. ૦૪-૧૧-૨૦૨૦ થી તા. ૩૦-૧૧-૨૦૨૦ સુધી અરજી ઓનલાઇન કરી શકાશે. સરકારશ્રીની ડીજીટલ એસ.એમ.એસ. સેવાનો લાભ લેવા માટે અરજી કરતી વખતે મોબાઇલ નંબર આપવો આવશ્યક છે. સરકારશ્રીના આદેશ અનુસાર ઋતુ પ્રમાણે નિયત સમય મર્યાદામાં કામગીરી પુર્ણ કરવાની થાય છે. અરજી ઓનલાઇન કરી જરુરી સાધનીક કાગળો સાથે દિન -૭ માં કચેરી સમય સુધી અત્રેની કચેરીએ (સરનામુ: નાયબ બાગાયત નિયામકની કચેરી, રુમ નં ૯-૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન-૨, કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, ગોધરા ટેલીફોન નં. ૦૨૬૭૨-૨૪૦૦૩૯) રજુ કરવાની રહેશે. જેની પંચમહાલ જિલ્લાના સર્વે બાગાયતી ખેડુતમિત્રોને નોંધ લેવા નાયબ ખેતી નિયામક-બાગાયતની અખબારીયાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here