પંચમહાલ જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિક/સિન્થેટિક દોરીઓના વેચાણ, વપરાશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જાહેર સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તેમજ ચાઈનીઝ તુક્કલ/માંઝા, પ્લાસ્ટિક/સિન્થેટીક ચાઈનીઝ દોરીઓથી પર્યાવરણને થતા નુકસાન તેમજ માનવ તથા પશુ-પક્ષીઓને થતી જીવલેણ ઈજાઓને ધ્યાનમાં રાખીને પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ.ડી.ચુડાસમા દ્વારા જિલ્લામાં આ વસ્તુઓના ઉપયોગને પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમ અનુસાર જિલ્લામાં પતંગોત્સવ હેતુસર માનવ કે પશુ-પક્ષીઓને નુકસાન પહોંચે તેવી પ્લાસ્ટિક, નાયલોન/સિન્થેટિક મટીરીયલમાંથી બનાવવામાં આવેલી દોરીઓ/ ચાઈનીઝ દોરીઓનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ-સંગ્રહ અને ઉપયોગને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તા. 20/01/2022 સુધી આ હુકમ અમલી રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ- 188 અનુસાર શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here