પંચમહાલ જિલ્લાના શિક્ષકોએ જુની પેન્શન યોજના ચાલુ કરવા રેલી યોજી જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર આપ્યું…

ગોધરા, (પંચમહાલ) આસિફ ધંત્યા :-

રાજ્યમાં એક પછી એક “મોકે પે ચોક્કા..”. જેવી રમત રમતા હોય એમ સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ અને રજૂઆતો સાથે મેદાને ઉતર્યા…

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, તજજ્ઞોના મતાનુસાર બે થી ત્રણ મહિનાની સમય મર્યાદામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાના અંદેશા સેવાઇ રહ્યા છે, જેથી સત્તાપક્ષ એડી ચોટીનું જોર લગાવી મેદાને ઉતરી પડ્યું છે.. જ્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાના તખ્તા ગોઠવવા લોક સંપર્કમાં જોતરાઈ ગયું છે તેમજ દિલ્હી અને પંજાબમાં પોતાનો ડંકો વગાડનાર કેજરીવાલે ગુજરાતને પોતાનું આશ્રય સ્થાન બનાવી લીધું છે… અને કેજરીવાલના ગેરંટી કાર્ડને લઈ ગુમનામ આર્મીએ એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગામ, શહેર સહિત સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. આમ રાજકીય ત્રિપાંખિયામાં ઘેરાયેલું સત્તાપક્ષ ભાજપ ગમે તે કાળે સત્તા સાચવી રાખવા મહેતન કરી રહ્યું છે.. આવા કપરા સમયે ચોથો ખાનો ચિત્ત કરવા રાજ્યમાં એક પછી એક સરકારી અર્ધ સરકારી સંગઠનો પોતાની માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કરતા રહે છે, હાલમાં જ તલાટીઓ શાંત પડ્યા અને હવે આંગણવાડી કાર્યકરો પણ સરકાર સામે પોતાની માંગણીઓ સાથે મેદાને ઉતરી છે, તેમજ અધૂરામાં પુરૂ કરવાનું હોય એમ આજે જૂની પેન્શન યોજનાની માંગને લઈ શિક્ષકો સહિત વિવિધ સરકારી કર્મચારીઓ રેલી કાઢી રહ્યા છે,

જેને અનુરૂપ આજ રોજ ગોધરા નગર ખાતે પંચમહાલ જિલ્લા શિક્ષક સંઘ તથા હાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ન્યુઇરા હાઇસ્કૂલ જાફરાબાદથી લઇ કલેકટર કચેરી સુધી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાઇ રેલી યોજાઇ હતી જેમાં તમામ શિક્ષકોની માંગ જુની પેન્શન યોજના ચાલુ કરવા અંગે સુત્રોચ્ચાર કરી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં આ શિક્ષકો દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર અપાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here