પંચમહાલ જિલ્લાના વિવિધ ગામોમાં આવતીકાલે તા.૧૪ ડિસેમ્બરના રોજ યોજાશે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

જનસેવાનું માધ્યમ એટલે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા

સરકારશ્રીની જનકલ્યાણલક્ષી યોજનાઓનો સ્થળ પર અપાશે લાભ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને પંચમહાલ જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી નાગરિકોને સ્થળ પર જ કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. ત્યારે આવતીકાલે તારીખ ૧૪ ડિસેમ્બરના રોજ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખુર્દ અને બેટિયા ખાતે,શહેરા તાલુકાના ડુમેલાવ અને ચલાલી ખાતે,ઘોઘંબા તાલુકાના ઝોઝ અને મોલ ખાતે,કાલોલ તાલુકામાં કાનોડ અને ભાદરોલી ખુર્દ,મોરવા હડફ તાલુકાના બામણા અને પરબિયા ખાતે હાલોલ તાલુકાના ઉજેતી અને પાનેલાવ ગામે તથા જાંબુઘોડા તાલુકાના ઊઢવણ અને કણજીપાણી ખાતે પહોંચી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરાશે.

જિલ્લાની ગ્રામ પંચાયતોને આવરી લેતા રથના માધ્યમથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલ જીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટિલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.

આમ,વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here