પંચમહાલ જિલ્લાના લેબરલોઝ પ્રેક્ટિસ નર્સ એસોસિએશન ગોધરા પંચમહાલના હોદ્દેદારોની બિનહરીફ વરણી થતા કામદાર આલમનો આવકાર

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ મજૂર અદાલતમાં કામદાર સંગઠનો દ્વારા સ્થાપિત પંચમહાલ જિલ્લા લેબરલોઝ પ્રેક્ટિસનર્સ એસોસિએશન ની તારીખ ૨૯/૩/૨૩ ના રોજ કારોબારી અધ્યક્ષ જે કે વેદ ના અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિની મીટીંગ બોલાવવામાં આવેલ મિટિંગમાં હાજર રહેલ તમામ કારોબારી સભ્યો એ ચૂંટણીની પ્રતિક્રિયા સ્થગિત કરી સર્વનુંમતીએ એસોસિયેશનના પ્રમુખ તરીકે કાલોલ નાં અંબાલાલ એસ ભોઈ ઉપપ્રમુખ શિતેષ એ ભોઈ મંત્રી અરવિંદભાઈ એ પરમાર સહ મંત્રી તેજાભાઈ બી પરમાર ખજાનચી અર્જુનભાઈ સોલંકી કાનૂની સલાહકાર અને ઓડિટર તરીકે વૈભવ આઈ ભોઈ કારોબારી સભ્ય ફતેસિંહ એસ પરમાર તથા પાર્થ આર મહેરા તેમજ કારોબારી અધ્યક્ષ જે કે વેદ ની સર્વાનુમતીએ નિમણુક કરવામાં આવેલી છે હોદ્દેદારોની વરણી બાદ કારોબારી અધ્યક્ષ દ્વારા કેટલાક અગત્યના સૂચન કરવામાં આવેલ છે જેમાં ગોધરા ખાતે કોર્ટ નંબર ૨ છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવેલ છે તે ફરી શરૂ કરાવવા નામદાર ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ જરૂરી કાર્યવાહી કરવા પ્રમુખ અને મંત્રી ને જરૂરી કાર્યવાહી કરવા સત્તા આપવી તદુપરાંત છેલ્લા ઘણા સમયથી સન૧૯૯૦થી ગોધરા લેબર કોર્ટ ની સરકાર શ્રી તરફથી સ્થાપના કરવામાં આવી છે ત્યારથી નક્કી કરેલ પૂરેપૂરો સ્ટાફ આજ દિન સુધી ભરવામાં આવેલ નથી આજે પણ કોર્ટમાં પૂરતો સ્ટાફ છે તે જગ્યાઓ ભરવા અંગેની રજૂઆત નામદાર હાઇકોર્ટ સમક્ષ કરવાનુ નક્કી કરેલ છે કોટ દ્વારા પંચમહાલ જિલ્લા લેબર લોઝ પ્રેક્ટિશ નર્સ એસોસિએશનને ફાળવેલ બાર રૂમ ખૂબ જ નાનો અને અપૂરતી સુવિધા વાળો હોય મોટોબાર રૂમ સુવિધા સહિત ફાળવે તેવી પણ સરકારમાં રજૂઆત કરવાનું જણાવતા હાજર રહેલ તમામ કારોબારી સભ્યો અને હોદ્દેદારોએ તેમના સૂચનને અનુમોદન આપી આવકારેલછે આમ હોદ્દેદારોની વરણી શાંત પૂર્ણ અને મનમેળ થી થતા કામદાર આલમે આ વરણીને આવકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here