પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩ હાથ ધરાશે

ઘોઘંબા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બધાજ ગામોમાં સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩ અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ હાથ ધરાવનાર હોય પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક સાહેબ શ્રી ના અધ્યક્ષતા માં ઘોઘંબા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ની આગેવાની હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) ના સ્ટાફ તથા સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) તાલુકા પંચાયત ઘોઘંબાના સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત તમામ ગામોની આવરી લઇ જનજાગૃતિ અંગેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જુદા જુદા ગામોમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કેન્દ્ર સરકાર ની ટીમ તથા થર્ડ પાર્ટી વેરીફીકેશન કરનાર છે જેમાં આંગણવાડી, આરોગ્યકેન્દ્ર,પ્રાથમિક શાળાઓ,ધાર્મિક સ્થળો,હાટ બજાર તથા પંચાયત ઘર જનજાગૃતિ ને લગતા વગેરે ની કામગીરી ને આખરી ઓપ આપી ગ્રામ પંચાયતો ને મોડલ બનાવવા ગ્રામજનો સાથે સહકાર અને સહયોગ આપવા અપીલ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here