પંચમહાલમા કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત શહેરા તાલુકાના મોરવા (રેણા) ગામે કાર્યક્રમ યોજાયો

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારના પ્રયત્નો થી કિસાન સર્વોદય યોજના રાજ્યમાં અમલી થવા જઈ રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ૨૭ ગામોના ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે. જિલ્લા પ્રમુખ દ્વારા કાર્યક્રમમાં હાજરી આપી ખેડૂતોને યોજના વિશે માહિતી પૂરી પાડવામાં આવી છે. જેમાં પંચમહાલ જિલ્લા ના ૨૭ ગામો એમ કુલ : ૧૦૮૨ ગામોમાં ૨૪/૧૦/૨૦૨૦ થી ખેડૂતોને ખેતી માટે વીજળી કાપ કે રાત્રી વીજળીની સમસ્યા નો હલ આ યોજના થકી થાય છે અને ખેડૂતોને રાત્રીના ખેતી કામ થી થતી મુશ્કેલી દૂર થશે આમ સૂર્યોદયે ખેડૂત ખેતી કામ કરશે ત્યારે ખેડૂતોનો પણ ઉદય થશે તેવો વિશ્વસ ખેડૂતોને આપવામાં આવ્યો.
ગુજરાત સરકારે આ મહિનાના અંત સુધીમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 5000 ગામોને આવરી લેશે. મોરવા (રેણા) ગામ ખાતે “કિસાન સૂર્યોદય યોજના” – ઈ લોકાપર્ણ કાર્યક્રમ મા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી.
ગયા વર્ષે ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજનાનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ ખેડુતોને દૈનિક કૃષિ વીજ પુરવઠો મળી રહ્યો છે. ગુજરાત સરકારે આ યોજના હેઠળ તમામ ગામોને ૨૦૨૨ ના અંત સુધીમાં આવરી લેવાનું વિચાર્યું છે. પ્રથમ તબક્કામાં આ યોજના હેઠળ 1 લાખ ખેડુતોને આવરી લેવામાં આવ્યા છે, જ્યારે બીજા તબક્કામાં 2 લાખ હજાર ખેડુતોને આવરી લેવામાં આવશે.શહેરા મામલતદાર મેહુલ ભરવાડ, તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અન્સારી, પ્રાંત અધિકારી જય બારોટ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here