નર્મદા વન વિભાગના કેવડીયા રેન્જમા ગેરકાયદેસર લાકડાં ભરી પસાર થતો ટેમ્પો ઝડપાયો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રૂપિયા 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કેવડીયા રેન્જ RFO એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નર્મદા જિલ્લા વન વિભાગની કેવડયા રેન્જ દ્વારા ગેર કાનૂની રીતે લાકડાની પાસ પરમિટ વિના હેરાફેરી કરી જંગલ ચોરીના લાકડા સગેવગે કરનાર ટેમ્પો ચાલકને ઝડપી વન વિભાગે તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ગોરા રેન્જના RFO વિરેન્દ્રસિંહ ધરીયાના માર્ગદર્શન હેઠળ સમારીયા ફોરેસ્ટર વલ્લભભાઈ તડવી પોતાની સાથે પરીમલ સિંહ રાણા તથા રોજમદાર સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન સમારીયા ગામની સીમમાંથી જી.જે 20 ટી 3313 નંબરનો ટેમ્પો પસાર થતા તેને રોકિને તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા પંચરાવ લાકડા હોવાનું જણાતાં ટેમ્પા ચાલક સંજયભાઈ વસાવાને ઝડપી પાડેલ તેની પુછપરછ કરતાં તેની પાસે કોઈ પણ જાતની પરવાનગી ન હોવાનું તેણે જણાવ્યું હતું.

કેવડીયા ફોરેસ્ટ વિભાગ દ્વારા ટેમ્પો સાથે આશરે 2 લાખના મુદ્દામાલને કબ્જામાં લઈને સંજય ભાઈ વસાવા વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here