નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓ સહિત જિલ્લાના કુલ-૩૪ સેન્ટરો ખાતે RTPCR ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

અગાઉ માત્ર રાજપીપળા ખાતે જ આ સેવા ઉપલબ્ધ હતી – દર્દીઓ ને રાહત મળસે

વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી ડી. એ. શાહના માર્ગદર્શન હેઠળ આરોગ્યતંત્ર દ્વારા કોવિડ-૧૯ નો RTPCR ટેસ્ટ કરાવવામાં લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓ સહિત જિલ્લાના કુલ-૩૪ સેન્ટરો ખાતે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે . આ સેવા અગાઉ માત્ર નર્મદા જીલ્લા ના વડુમથક રાજપીપળા ખાતે જ ઉપલબ્ધ હતી.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર તેમજ નાંદોદ તાલુકાના પોઇચા, જેસલપુર, લાછરસ, તરોપા, સિસોદરા, નવા રાજુવાડીયા અને ખુંડા આંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે RTPCR ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે તેમજ તિલકવાડા તાલુકા માટે અગર, બુજેઠા, વજેરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર તિલકવાડા ખાતે RTPCR ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

તેવી જ રીતે, ગરૂડેશ્વર તાલુકા માટે બોરીયા, જેતપુર, નવા વાઘપુરા, ઝરીયા અને ગરૂડેશ્વર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખાતે, દેડીયાપાડા તાલુકા માટે સેજપુર, ગંગાપુર, ખેડીપાડા, ગોપાલીયા, ચીકદા, સગાઇ, સોલીયા, પીપલોદ, મોઝદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખાતે તથા સાગબારા તાલુકા માટે દેવમોગરા, કોલવાન, પેટલામું, સેલંબા, નાના કાકડી આંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર સાગબારા ખાતે RTPCR ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાઇ હોવાનુંજાણવા મળ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here