નર્મદા : રાજપીપળાનો પોઝિટીવ દર્દી S K મોબાઈલનો કર્મચારી વડોદરાથી રાજપીપળા કઇ રીતે આવ્યો..??

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

લોકડાઉનમાં જીલ્લાની તમામ બોર્ડરો સીલ કરાઇ હતી ત્યારે દિપક રાવલ રાજપીપળામાં કઇ રીતે પ્રવેશ્યો ?? ગંભીર તપાસનો વિષય…

દિપક રાવલની હાજરી તેની જ દુકાનના સી.સી.ટી.વી. કેમેરાઓમાં કેદ હસે જેની તપાસ થાય એ જરૂરી

રાજપીપળાના મધ્ય માજ રાત-દિવસ ધમધમતા સફેદ ટાવર પાસે આવેલ S K મોબાઈલના શો રૂમમાં કામ કરતો દિપક રાવલ કોરોના પોઝિટિવ તરીકે મળી આવતા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર રાજપીપળા નગરમાં ભારે હાહાકાર મચી ગયો છે, ત્યારે મુળ વડોદરાનો રહેવાસી દિપક રાવલ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયો હોયને તેનો કડક પણે અમલ કરવામા આવી રહયો છે ત્યારે એ રાજપીપળા કઇ રીતે આવ્યો એ પશ્ર નજરે આવી ને ઉભો રહે છે.

રાજપીપળા નગરમાં મોબાઈલ શોપ ખોલવાની પરવાનગી ક્યારે આપવામા આવી ? કેટલા દિવસથી એ રાજપીપળામા હાજર છે ? લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે એની હાજરી કયા સમયે કયાં હતી ? જો વડોદરા હતો તો કઇ રીતે આવ્યો ? કોની સાથે આવ્યો ? આ તમામ સવાલો તેના કોરોના પોઝિટિવ નિકળવાથી ઉપસ્થિત થઇ રહયા છે. તેમજ એ વડોદરાથી કયા સમયે આવ્યો એ જાણવું ખુબજ જરૂરી છે કારણ કે એની સાથે કામ કરનારા સ્થાનિક રાજપીપળાના તમામ કર્મચારીઓને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ કોરેન્ટાઈલ કરાયેલ છે. તેમના ટેસ્ટીંગ પણ કરાશે, જો તેમાથી પોઝિટિવ કેસ મળી આવ્યા તો નગરને કોરોનાના ભરડામાં ફેલાતા વાર નહીં લાગે…!!

S K મોબાઈલનો કર્મચારી ભાટવાડાના ટેકરા પાસે આવેલા બહુચરાજી માતાનાં મંદિર પાસે રહે છે જેથી એની આસપાસના વિસ્તારમાં કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવેલ છે, અને 3 કી મી. ની ત્રિજ્યામાં આવતા વિસ્તારોને બફર ઝોન જાહેર કરાયા છે .એની સાથે નોકરી કરતા તમામ કર્મચારીઓ સહિત 9 ઇસમોને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ કોરેનટાઇલ કરાયેલ છે, જ્યારે આડકતરી રીતે સંપર્કમાં આવેલા 45 વ્યક્તિઓને હોમ કવોરેનટાઇલ કરાયા હોવાનું આરોગ્યા વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here