કાલોલની વૃંદાવન સોસાયટીમાં પાણીનો કકળાટ ચરમસીમાએ પહોંચતા મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

હાજર કાઉન્સિલર અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઈ દરજીએ પાણીની સમસ્યાનો ઉકેલ જલ્દીથી લાવવાની વાત કહી

કાલોલ નગરપાલિકાના વોર્ડ નં ૪ માં આવેલી વૃંદાવન સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી અનિયમિત આવતું હોય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને પાણી આવે છે તો ઇલેક્ટ્રિક મોટરનો સહારો લેવો પડે છે. અને મોટર દ્વારા પણ પુરતુ પાણી ન મળતાં કાલોલ નગરપાલિકા દ્વારા અનિયમિત આવતું પાણી તથા અપુરતા મળતા પાણીને કારણે લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે તેને લઈ આ વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા ઓફિસમા ધસી આવીને રજૂઆત કરી પરંતુ પાલીકા પ્રમુખ હાજર ન હોય પાલીકામાં હાજર કાઉન્સિલર અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઈ દરજીને ઉગ્ર રજૂઆતો કરી હતી હાજર કાઉન્સિલરે મહિલાઓની રજૂઆત સાંભળી અને તાકીદે પાણીનો પુરવઠો નિયમિત કરવાની હૈયાધારણ આપી હતી. આ મામલે ગૌરાંગભાઈ જોડે રૂબરૂ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શામળદેવી ગામ પાસે અને મહાદેવ મંદિર પાસે પાલીકાના બોરમાં ઇલેક્ટ્રિકની મોટરમાં ફોલ્ટ સર્જાતા લોકોને તકલીફ પડે છે જે આ ઇલેક્ટ્રિકની મોટરનું તાત્કાલિક સમારકામ હાથ ધરી આ સમસ્યાનો ઉકેલ જલ્દી લાવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા આવા સંજોગોમાં એક ઈમરજન્સી મોટર વસાવવાની તાતી જરૂર જણાઈ રહી છે જેથી કરીને એકસાથે મોટરો બગડે તે સંજોગોમાં પાણીનો પુરવઠો ઈમરજન્સી મોટર મારફતે નિયમિત રીતે નગરજનોને પૂરો પાડી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here