નર્મદા જીલ્લામાં સરકારી વ્યાજબી ભાવની દુકાન સંચાલકો સામે તંત્ર કેમ પાંગળું પુરવાર થઈ રહ્યુ છે..??

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

દેડિયાપાડા તાલુકામાં ફરી એકવાર સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનનો ભ્રષ્ટાચાર સામે આવ્યો

ગ્રામજનોને અનાજની પુરતો જથ્થો સંચાલક દ્વારા આપવામા આવતો ના હોવાનો આરોપ- પગલાં ભરવાની માંગ

સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક સામે કાર્યવાહિ નહિ થાય તો વિધાનસભા ચૂંટણી માં મતદાન બહિષ્કાર ની ચિમકી

નર્મદા જીલ્લા માં સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક સામે અનેક ફરીયાદો ઉઠી રહી છે પરંતું જીલ્લા વહિવટી તંત્ર લોકો ને પૂરતું અનાજ મળે ની વ્યવસ્થા ગોઠવવા માં દુકાનદારો ઉપર નિયંત્રણ લાવવામાં પાંગળું પુરવાર થઈ રહ્યુ છે.

દેડિયાપાડા તાલુકા ના વાઘઉંમર, પાનખલા,ચોપડી ગામ ના સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન રેશનકાર્ડ ધારકોને પુરતુ અનાજ નહી મળવા લાઇસન્સ રદ કરવા ની માંગણી સાથે આજરોજ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર ગ્રામજનોએ આપ્યુ હતું.

સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાન વાધઉંમર ના સંચાલક કુમરીયાભાઈ ખાતરીયાભાઇ વસાવા જેઓ સદર દુકાન નુ વર્ષોથી વહીવટ કરે છે .પરંતુ સંચાલક દ્વારા છેલ્લા પાંચ છ વર્ષોથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારી ધારા ધોરણ મુજબ મળવા પાત્ર અનાજ ના આપવામા આવતું ના હોવાનાં આરોપ સંચાલક સામે લાગી રહયા છે, ગ્રામજનોએ આક્ષેપ સાથે આવેદન આપ્યું છે.

છેલ્લા પાંચ છ વર્ષોથી દરેક કાર્ડ ધારકો ને માત્ર ૨૦ કીલો ચોખા,૫ કીલો ઘઉ, અને ૧ કીલો ખાંડ નું વિતરણ કરે છે અને છેલ્લા એક વર્ષે થી કેરોસીન આપવામાં આવ્યુ નથી, સરકાર દ્વારા મફત અનાજ આપવામાં આવેલ તે અનાજ તમામ રેશનકાર્ડ ધારકોને મળેલ નથી તથા રેશન કાર્ડ ધારકો પાસેથી રૂા.૩૫૦/- થી રૂ. ૯૦૦/- સુધી પૈસા લેવામાં આવે છે.સદર તમામ ગામના નવા રેશનકાર્ડ આપવામાં આવેલ છે તેમાં કાર્ડ માં નોંધણી કરવા આવે છે પરંતુ અનાજ નો જથ્થો આપવમાં આવતો નથી.રેશનકાર્ડ ધારકોને અનાજ મળે તેવી કાર્યવાહી કરવા પણ વિનતીઆવેદન પત્ર મા કરવામાં આવી છે.

ગ્રામજનોએ આ મામલા ને ગંભીરતા થી લય ને જો દુકાન સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં નહી આવે અને લોકો ની
માગણી નહીં સંતોષાય તો આવનારી વિધાનસભા ની ચુંટણી મા મતદાન ના બહિષ્કાર ની પણ ચીમકી ગ ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here