નર્મદા જીલ્લાનો ચોપડવાવ ડેમ સિઝનમાં પ્રથમ જ વાર ઓવરફલો થયો સપાટી 187.41 મીટરને વટાવી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પી.ડી.પલસાણાએ સાગબારાના ચોપડવાવ ડેમ અને કાકડીઆંબા ડેમની મુલાકાત લીધી

નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી પી.ડી.પલસાણાએ ગઇકાલે તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન સાગબારા તાલુકાની ચોપડવાવ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જ્યાં જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. ત્યારબાદ શ્રી પી.ડી.પલસાણાએ ચોપડવાવ ગામ પાસે આવેલ ચોપડવાવ ડેમની મુલાકાત દરમિયાન ચાલુ વર્ષે પ્રથમવાર જ વાર ડેમ તેની ભયજનક સપાટી 187.41 મીટર ની વટાવી ને ઓવરફ્લો થયેલ આ ડેમમાં પાણીની આવક સામે જાવકની વિગતો ઉપરાંત,ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ગામોને મળતા સિંચાઇના પાણીની સુવિધાના લાભ સાથે ચોપડવાવ ડેમ ઓવરફ્લોના લીધે સંભવત: અસરગ્રસ્ત ગામોના લોકોને નદી કિનારાથી દૂર રહેવાની કરાયેલી તાકીદ વગેર જેવી બાબતોની જાણકારી મેળવી સ્થળસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ડેમની પણ મુલાકાત લીધી હતી અને જરૂરી સ્થળસ્થિતિની વિગતોથી વાકેફ થયાં હતાં.

આ મુલાકાત દરમિયાન સાગબારા તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઇ રાઠવા અને અધિક મદદનીશ ઇજનેર નિરવભાઇ વસાવા પણ સાથે જોડાયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here