બોડેલીના ઉચાપાણ ગામે શહજાદાએ ગાઝીએ મિલ્લત હઝરત સૈયદ મસઉદ સુબ્હાની અશરફી એ કદમ મૂક્યા

બોડેલી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ બોડેલીના ઉચાપાણ ગામે હઝરત સૈયદ ગાઝીએ મિલલત હાશ્મી મિયા બાવા સાહેબ ના શહેજાદા સુબ્હાની અશરફી પધાર્યા હતા જેમા ગ્રામજનો ખુબ મોટી સંખ્યા મા ઉમટી પડ્યા હતા અને લોકોના ઘેર ઘેર ફરી કદમ બોશી કરી હતી આ જે શહજાદા છે તેમના વાલીદ સાહબ દુનિયામા બહુ મોટી નામના ધરાવે છે અને દુનિયા ભરમા એમનો ડંકો વાગે છે આ હસ્તી ઉત્તર પ્રદેશ ના કીછોછા શરીફ ની છે અને આટલી દુર થી ચાહવા વાળાઓ ને મળવા માટે ગુજરાત ના એક નાનકડા ગામ ઉચાપાણ ખાતે આવ્યા હતા અને એ શોહિલખાન નાસીરખાન પઠાણ ના ઘરે આવી પહોચ્યા હતા અને ત્યાં ચાહવા વાળાઓની ભીડ જામી ગઇ હતી ગામમા તમામના ઘરે જઈ અકિદત મંદો ને દૂઆઓ થી નવાજવામાં આવ્યા હતા ઉચાપાણ ગામે આવી સુબ્હાની મિયા ઘણા ખુશ થયા હતા અને તમામ ને દૂઆઓ આપી પરત ફર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here