નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે જયદીપભાઇ વસાવાની નિમણૂક…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કોંગ્રેસી કાર્યકરો એ સફેદ ટાવર ખાતે ફટાકડા ફોડી મીઠાઈઓ વહેચી નિમણુક ને વધાવી

લોકસભા ની ચુંટણી ઓને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના સંગઠન ને મજબુત કરવા અને કાર્યકર્તાઓને કામેં લગાડવા વિવિઘ હોદ્દાઓ ની નિમણૂકો કરવા માંડી છે, થોડાક દિવસ પહેલા જ નર્મદા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની નિમણૂક કર્યા બાદ આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ની સૂચના થી નર્મદા જીલ્લા યુથ કોંગ્રેસ ના પ્રમુખ તરીકે જયદીપભાઇ વસાવાની નિમણૂક કરાતા કાર્યકર્તાઓમા આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.

નર્મદા જિલ્લા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે જયદીપભાઇ વસાવાની નિમણૂક કરાતા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રાજપીપળા સફેદ ટાવર ખાતે ફટાકડા ફોડી મીઠાઈઓ વહેચી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરો a નવનિયુક્ત યુથ કોંગ્રેસ પ્રમુખ ને ફુલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા. જે પ્રસંગે કોંગી આગેવાનો રોહિતભાઈ પટેલ, પ્રકાશભાઈ વસાવા, પ્રિતેશભાઈ પટેલ, માલવ બારોટ, વાસુ ભાઇ વસાવા સહિત મોટી સંખ્યામાં કોગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here