કાલોલ વિધાનસભા બેઠકનાં તમામ ઉમેદવારી ફોર્મ મંજુર કરાયા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠક ઉપર ફોર્મ ચકાસણી મા આજ રોજ તમામ ઉમેદવારી પત્ર મંજુર કરવામાં આવ્યા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ડમી ત્રણ ઉમેદવાર બાદ કરતા કુલ ૧૧ ઉમેદવારો હાલ મેદાનમાં છે. ત્રણ અપક્ષ ઉમેદવાર સહિત આઠ પક્ષ નાં ઉમેદવારો સાથે કુલ મળી ૧૧ ઉમેદવારો મેદાનમાં છે હજુ ફોર્મ પરત કરવાની તારીખે અંતીમ ચિત્ર સ્પષ્ટ થશે.

(૧) દિનેશભાઈ કનુભાઈ બારીયા (આમ આદમી પાર્ટી)(૨) વાઘેલા સતિષકુમાર રમેશભાઈ ( બહુજન સમાજ પાર્ટી)
(૩) જયેશ શાંતુભાઈ રાઠોડ (પચાસી પરીવર્તન પાર્ટી) (૪) જાદવ દેવેન્દ્રસિંહ વાધસિંહ (અપક્ષ)
(૫) ડાયાભાઈ જેસીંગભાઇ વણકર (અપક્ષ)
(૬) રાજેન્દ્રસિંહ જશવંતસિંહ ઠાકોર (પ્રજા વિજયપક્ષ) (૭) ફતેસિંહ વખતસિંહ ચૌહાણ ( ભાજપ)
(૮) મહેન્દ્રસિંહ રામસિંહ જાદવ (લોક જનશકિતપાર્ટી)
(૯) પૂનમચંદ મડાભાઈ હરિજન (અપક્ષ)
(૧૦) વિજયસિંહ મગનસિંહ ચૌહાણ(ગરવી ગુજરાત પાર્ટી)
(૧૧) પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ (કોન્ગ્રેસ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here